રામજન્મભૂમિ/ અયોધ્યામાં પૂજા પછી, પથ્થરોની કોતરણી ફરી શરૂ થઈ

વરસાદના કારણે રાજસ્થાનના બંસી પહારપુરની ખાણમાંથી પથ્થરો લાવવા હાલમાં શક્ય નથી. રામસેવકપુરમ પથ્થરો ઉપર કોતરણી કામ શરૂ કરવામાં આવ્યુ

Top Stories
ramjan અયોધ્યામાં પૂજા પછી, પથ્થરોની કોતરણી ફરી શરૂ થઈ

રામજન્મભૂમિમાં મંદિરના નિર્માણ માટે, રામઘાટ સ્થિત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વર્કશોપમાં ગુરુવારથી ફરીથી પથ્થર કોતરવાનું કામ શરૂ થયું. રાજસ્થાનના આઠ કારીગરો પથ્થરોની કોતરણી માટે બુધવારે જ રામનગરી પહોંચ્યા હતા અને ગુરુવારે પૂજા બાદ પથ્થરોની કોતરણી શરૂ કરી હતી. વરસાદના કારણે રાજસ્થાનના બંસી પહારપુરની ખાણમાંથી પથ્થરો લાવવા હાલમાં શક્ય નથી. પરંતુ રામસેવકપુરમની સામે કેટલાક પથ્થરો પહેલેથી જ સચવાયેલા હતા તેની ઉપર કોતરણી કરવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.

મંદિર માટે પથ્થર પર થતી કોતરણીનું કામ સપ્ટેમ્બર 1990 થી વર્કશોપમાં ચાલી રહ્યુ હતુ. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી પથ્થરની પર કરવામાં આવતુ કોતરણી કામ બંધ થઈ ગયુ છે.  આ વર્મંષની શરૂઆતમાં મંદિરના ખોદકામ સમયે પથ્થરોનો અંદાજ કાઢવામાં આવ્યો  ત્યારે પછી લગભગ 60 હજાર ઘનફૂટ પથ્થર કોતરવામાં આવ્યા છે, જ્યારે કુલ ચાર લાખ ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ મંદિરમાં  થવાનો છે. મંદિરના બેઝ ગ્રાઉન્ડ માટે પણ ચાર લાખ ઘનફૂટ કોતરવામાં આવેલા પથ્થરોની જરૂર પડશે. જો કે, મંદિરમાં વપરાતા પથ્થરની તુલનામાં, પાયાના પથ્થરની કોતરણીવધારે જીણવટ પુર્વક કરવામાં આવશે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 2023 સુધીમાં નિયત સમય મર્યાદામાં મંદિરનું નિર્માણ પુર્ણ કરવા માટે ઘણા બધા કારીગરોની જરૂર પડે તેમ છે કારણ કે પથ્થરો કાપવાનું કામ થોડા કારીગરો કરી શકે તેમ નથી.  આ વાતને ધ્યાનમાં રાખીને, પથ્થરોનું નવુ કન્સાઇનમેન્ટ આવે તે પહેલા અયોધ્યામાં જ સચવાયેલા પથ્થરોની કોતરણી કામ શરૂ કરવામાં આવ્યુ છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં ઘણા બધા પથ્થરો છે, જે  કોતરવામાં બે મહિનાનો સમય લાગશે અને ત્યાં સુધીમાં રાજસ્થાનથી નવા પથ્થરોનો માલ આવવાનો માર્ગ  પણ મોકળો થઈ જશે.