Not Set/ ચીનમાં રેતીનાં તોફાનનો કહેર, બેઈજિંગને રેતીનાં તોફાને ઘમરોળ્યું

ચીનમાં રેતીનાં તોફાનનો કહેર, બેઈજિંગને રેતીનાં તોફાને ઘમરોળ્યું

World
kejrivaal 11 ચીનમાં રેતીનાં તોફાનનો કહેર, બેઈજિંગને રેતીનાં તોફાને ઘમરોળ્યું

કુદરત કયારેય કોઇને છોડતી નથી. તે નિયમ જાણે સાર્થક થતો હોય તેવાં અહેવાલ સામે આવ્યા છે. જી હા…ચીનના પાટનગર બેઈજિંગમાં છેલ્લા 10 વર્ષનું સૌથી ખતરનાક રેતીનું તોફાન આવ્યું. આવ્યું તો આવ્યું પણ સમગ્ર ચીનને ઘમરોળી નાંખ્યું છે. 15 માર્ચે આવેલા આ વાવાઝોડાના કારણે સમગ્ર બેઈજિંગ શહેર જાણે પીળા રંગથી ઢંકાઈ ગયું છે.  ધૂળ વાળા વાવાઝોડાના કારણે વિઝિબિલીટી ઘટીને 1 કિમી થઈ ગઈ હતી. કુદરતે એવો તો વેર્યો વિનાશ કે જાણે કેટલાંક જીવને જોખમ ઉભું થયું છે. અને પળભર પહેલાનું ચીન જાણે ધૂળની ડમરીઓમાં ખોવાઇ ગયું છે. શું હતો એ કુદરતનો કોપ…કેટલું થયું ચીનને નુકસાન આવો જોઈએ વિગતવાર

  • ચીનમાં 10 વર્ષમાં સૌથી મોટું રેત તોફાન
  • વાવાઝોડાના કારણે વિઝિબિલીટી ઘટી
  • મંગોલિયામાં 341 લોકો ગુમ થયાનાં અહેવાલ

ચીનનાં બેઇજિંગમાં આવેલ રેત તોફાનને લીધે વાઝોડું મંગોલિયા અને ચીનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં વરસાદ થયા બાદ શરૂ થયું છે. સેન્ડ સ્ટ્રોમને કારણે કાર અને અન્ય વાહનોએ રસ્તા પર હેડલાઈટ્સ ચાલુ કરવાની ફરજ પડી. ચીની મીડિયામાં જણાવ્યા પ્રમાણે મંગોલિયા અને આસપાસના વિસ્તારોમાં ધૂળ ભરેલી આંધીના કારણે 341 લોકો ગુમ થયા. બેઈજિંગમાં વાયુનું ગુણવત્તા સ્તર 1000ને પાર થઈ ગયું છે. જેને ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ સૌથી ઘાતક ગણાવ્યું.

  • બેઈજિંગ આસપાસ યલો એલર્ટ કરાયું જાહેર
  • 400થી વધારે ફ્લાઇટ રદ કરાઇ
  • વાયુ પ્રદૂષણ વધતા આવી આંધી
  • લોકોને શ્વાસમાં લેવામાં થઇ તકલીફ

સોમવારે  સવારે 7.30 વાગ્યા પછીથી બેઇજિંગનું સમગ્ર શહેર પીળા અને ભૂરા રંગની ધૂળમાં જકડાઈ ગયું. ચાઈના મેટરોલોજિકલ એડ્મિનિસ્ટ્રેશને સોમવારના રોજ બેઈજિંગની આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું. આ સેન્ડ સ્ટ્રોમ મંગોલિયાના અંતરિયાળ વિસ્તારથી શરૂ થઈને ગાંસૂ, શાંસી અને હેબેઈ સુધી ફેલાયું છે. આ સિવાય બેઈજિંગ અને તેની આસપાસના શહેરોની 400થી વધારે ઉડાન રદ કરવામાં આવી. ચીનના નિંગશિયા નામના શહેરના લોકોએ જણાવ્યું કે, તેઓ રાત્રે ઉંઘી પણ શક્યા નથી. શ્વાસ ન લઈ શકવાના કારણે તેઓ જાગી ગયા હતા.

  • સ્ટીલ પ્રોડક્શન ચીન માટે બન્યું ઘાતક
  • જંગલોની કાપણીથી કુદરત રૂઠી
  • બેઈજિંગમાં AQIનું મહત્તમ સ્તર 500 પર
  • પ્રદૂષણ વધતા લોકોનું સ્વાસ્થય જોખમાયું

બેઈજિંગ નજીક ગોબી રણ આવ્યું હોવાના કારણે ત્યાં માર્ચ અને એપ્રિલના મહિનામાં સેન્ડ સ્ટ્રોમ આવતું હોય છે. પરંતુ આ અચાનક આવેલી આંધીનું કારણ એ છે કે ચીનના ઉત્તરમાં જંગલોની કાપણી ઝડપથી થઈ રહી છે. તેથી ત્યાં ઉડતી ઘૂળ બેઈજિંગને ઘેરી લે છે. બેઈજિંગમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ મહત્તમ સ્તર 500 પર પહોંચી ગયું છે. જ્યારે અમુક વિસ્તારોમાં AQI 1000 લેવલ પણ નોંધવામાં આવ્યું છે. આ પ્રદૂષણ અને સ્વાસ્થયના પ્રમાણમાં ખૂબ જોખમી છે. ચીનનું સૌથી પ્રખ્યાત સ્ટીલનું પ્રોડક્શન કરતું શહેર તાંગશાન અને બેઈજિંગના હેબેઈમાં ઉદ્યોગ. વાયુ પ્રદુષણનો મુખ્ય સ્ત્રોત છે. તેના કારણે ચીનમાં ઘણીવાર ઈમરજન્સી એન્ટી-સ્મોગ અભિયાન ચલાવવું પડે છે.