Not Set/ CAA ની વિરુદ્ધ આજે લેફ્ટે બોલાવ્યું ભારત બંધ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ બંધને આપ્યું સમર્થન

આજે લેફ્ટ પાર્ટીએ નાગરિકતા સુધારણા કાયદાની વિરુદ્ધ ભારત બંધનું એલાન આપ્યું છે. લેફ્ટ પાર્ટીની સાથે સાથે સપા, આરજેડી અને કોંગ્રેસે પણ આ બંધને ટેકો આપ્યો છે. કર્ણાટકમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ભારત બંધની અસર સવારથી જ દેખાવા માંડી હતી. બિહારનાં દરભંગામાં સીપીઆઈ કાર્યકરોએ ટ્રેન રોકી હતી અને વિરોધ શરૂ કર્યો હતો. બિહારની સાથે […]

Top Stories India
0 CAA ની વિરુદ્ધ આજે લેફ્ટે બોલાવ્યું ભારત બંધ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ બંધને આપ્યું સમર્થન

આજે લેફ્ટ પાર્ટીએ નાગરિકતા સુધારણા કાયદાની વિરુદ્ધ ભારત બંધનું એલાન આપ્યું છે. લેફ્ટ પાર્ટીની સાથે સાથે સપા, આરજેડી અને કોંગ્રેસે પણ આ બંધને ટેકો આપ્યો છે. કર્ણાટકમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ભારત બંધની અસર સવારથી જ દેખાવા માંડી હતી. બિહારનાં દરભંગામાં સીપીઆઈ કાર્યકરોએ ટ્રેન રોકી હતી અને વિરોધ શરૂ કર્યો હતો.

બિહારની સાથે સાથે ઉત્તરપ્રદેશમાં પણ વ્યાપક અસર જોવા મળી રહી છે. લેફ્ટ પાર્ટીઓએ નાગરિકતા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) નાં વિરોધમાં ભારતને હાકલ કરી છે. આ બંધમાં માકપા અને ભાકપા સહિત તમામ લેફ્ટ અને મુસ્લિમ સંગઠનો આ બંધને સમર્થન આપી રહ્યા છે.

લેફ્ટ પાર્ટીઓનાં આ ભારત બંધને વિપક્ષનો ટેકો પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરજેડી, સપા, કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ લેફ્ટ પાર્ટીઓનાં આ ભારત બંધને ટેકો આપ્યો છે. નાગરિકત્વનાં કાયદાની વિરુધ્ધ બોલાવવામાં આવેલા આ બંધનાં કારણે બેંગલુરુ સહિત કર્ણાટકનાં અનેક શહેરોમાં 3 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

બંધ દરમિયાન વિરોધને જોતા દેશનાં ઘણા ભાગોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટકનાં ઘણા ભાગોમાં મોટા પ્રદર્શન થવાની સંભાવના છે. યુપી પોલીસ દ્વારા એડવાઇઝરી જારી કરવામાં આવી છે અને લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના બાળકોને કોઈ પણ સંમેલનમાં ન આવવા દે. સમગ્ર યુપીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

લેફ્ટે નાગરિકત્વ બિલની વિરુદ્ધ ભારત બંધ બોલાવ્યુ છે. લેફ્ટ પાર્ટીઓની કૂચ બપોરે મંડી હાઉસથી શરૂ થઈને શહીદ પાર્ક સુધી ચાલશે. વળી, બીજી કૂચ લાલકિલાથી શરૂ થઈને શહીદ પાર્ક સુધી ચાલશે. લેફ્ટ પાર્ટીઓ રાજધાની દિલ્હીનાં ઘણા વિસ્તારોમાં પ્રદર્શન કરી રહ્યા છે. જેએનયુ ખાતે કન્હૈયા કુમાર અને ઉમર ખાલિદે મશાલ શોભાયાત્રા કાઢી હતી. દેશભરમાં CAA અને NRC ની વિરુદ્ધનું પ્રદર્શન આવનારા સમયમાં કેવુ સ્વરૂપ ધારણ કરે છે તે હવે જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.