Ahmedabad News/ પોલીસે 12 વર્ષથી ભાગતા ફરતા આરોપી કમ અભિનેતા પકડ્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 12 વર્ષથી પેરોલ પર ફરાર આરોપી (Accused) હેમંત મોદીની ધરપકડ કરી છે. 2005માં નરોડા હત્યા કેસમાં તેને આજીવન કેદની સજા થઈ હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ah'd Crime Branch arrests absconding accused

Ahmedabad News: હાલમાં ફિલ્મોમાં કામ કરતાં અભિનેતાઓના ગ્રહો બગડ્યા લાગે છે. તે અભિનયમાં ઓછા અને જેલમાં વધુ જોવા મળે છે. રાજપાલ યાદવ આરોપી (Accused) બન્યાનો કિસ્સો બધાની સામે જ છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમા ફિલ્મોમાં કામ કરતો અભિનેતા જેલના સળિયા પાછળ ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) પેરોલ પર છૂટેલા અને 12 વર્ષથી ભાગતા ફરતાં આરોપીની ધરપકડ કરી છે. તેના કારણે આ કલાકારે ફરીથી જેલના સળિયા ગણવાના આવ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરાર Accusedની કરી ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરાર Accusedની કરી ધરપકડ

આરોપી (Accused) હેમંત મોદીએ 2005માં નરોડામાં હત્યા કરી

આ અભિનેતા કમ આરોપી (Accused) હેમંત મોદીએ 2005માં નરોડામાં હત્યા (Murder)કરી હતી. હેમંત મોદી આજીવન કેદનો આરોપી હતી. તે પેરોલ પર હતો ત્યારે ફરાર થયો હતો. તેના કારણે પોલીસ લાંબા સમયથી તેને શોધતી હતી. ફરાર આરોપી મોદી ઘી કાંટા મેટ્રો સ્ટેશન નજીકથી પકડાયો હતો. આરોપી ફિલ્મો અને નાટકોમાં અભિનય કરીને તેની ઓળખ છૂપાવતો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરાર Accusedની કરી ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરાર Accusedની કરી ધરપકડ

આરોપી (Accused)એ જાણીતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો

આરોપીએ ઠગ્સ ઓફ હિંદુસ્તાન અને જયેશભાઈ જોરદાર જેવી બોલિવૂડની ફિલ્મમાં અભિનય કર્યો હતો. મુંબઈમાં છૂપાયેલા આ હત્યારા અભિનેતાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આમ કહેવાય છે કે પાપ છાપરે ચઢીને પોકારે છે તેમ બન્યું. તેને લાંબા સમય સુધી છૂપાવવું અઘરું નથી તેમ આ અભિનેતાને પોલીસે પકડ્યો હતો અને હવે તેને જેલભેગો કર્યો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરાર Accusedની કરી ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરાર Accusedની કરી ધરપકડ

આરોપી પેરોલ પર ફરાર હતો

આ ઘટના પેરોલ પર ભાગી જનારા કેદીઓ માટે એક પદાર્થપાઠ છે. આરોપી ભલે ગમે ત્યાં ભાગી જાય, પરંતુ પોલીસ તેને શોધી કાઢશે. હેમંત મોદી છેલ્લા 12 વર્ષથી ભાગતો ફરતો હતો, આમ બાર વર્ષે બાવો બોલ્યો તેમ બાર વર્ષે ગુનેગાર પકડાયો છે.


આ પણ વાંચો:  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, સ્કૂલોને બોમ્બની ધમકી આપનારો પશ્ચિમ બંગાળથી ઝડપાયો

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બિનવારસી વાહનો જપ્ત કરવા ખાસ ડ્રાઇવ

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો