બાયડ/ ઝાંઝરી ધરામાં અમદાવાદ 3 યુવાનો ડૂબ્યા, એકનો મળ્યો મૃતદેહ

મિત્રો ગઈકાલે ઇદનો તહેવાર પૂરો કરી રજા માણવા અહી આવ્યા હતા. ત્રણેય યુવકોને શોધવા મોડી રાત્રે NDRF ની ટીમની મદદ લેવામાં આવી હતી પરંતુ

Top Stories Gujarat
bayad ઝાંઝરી ધરામાં અમદાવાદ 3 યુવાનો ડૂબ્યા, એકનો મળ્યો મૃતદેહ
  • બાયડના ઝાંઝરીમાં 3 યુવકો ડૂબવાનો મામલો
  • ડૂબેલા ત્રણ પૈકી એક યુવાનનો મૃતદેહ મળ્યો
  • હસન મન્સૂરી નામના યુવકનો મળ્યો મૃતદેહ
  • હજુ પણ અન્ય બે યુવકોની શોધખોળ ચાલુ
  • અમદાવાદથી નાહવા આવ્યા હતા ત્રણ યુવકો
  • રેસ્ક્યુ ટિમ દ્વારા સતત કામગીરી ચાલુ

બાયડ તાલુકાના ડાભા ગામ પાસે આવેલા ઝાંઝરી ખાતે અમદાવાદના ત્રણ યુવાનો ડૂબ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદથી  10 જેટલા યુવાનો ઝાંઝરી ખાતે મોજ માણવા માટે આવી હતા. ઝાંઝરીના ધરામાં અત્યાર સુધી અનેક લોકો ડૂબ્યા હોવાથી તંત્ર દ્વારા સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમ છતાં અનેક લોકો સૂચનાને અવગણીને નાહવા પડતા જીવ ગુમાવ્યા છે.

ગત રોજ બુધવારના દિવસે પણ અમદાવાદના યુવાનો નાહવા પડેલા 10 યુવાનો પૈકી ત્રણ યુવાનો ત્રણ યુવાનોના ડૂબી જવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતા આંબલિયારા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહની શોધખોળ આદરી હતી. મિત્રો ગઈકાલે ઇદનો તહેવાર પૂરો કરી રજા માણવા અહી આવ્યા હતા. ત્રણેય યુવકોને શોધવા મોડી રાત્રે NDRF ની ટીમની મદદ લેવામાં આવી હતી પરંતુ રાત્રીના કારણે શોધખોળ કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી.ડૂબેલા ત્રણ પૈકી એક યુવાનનો મૃતદેહ માલ આવ્યો છે. હસન મન્સૂરી નામના યુવકનો  મૃતદેહ મળી આવ્યો છે. હજુ પણ અન્ય બે યુવકોની શોધખોળ ચાલુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ઝાંઝરી કુદરતી પાણીના ધોધ માટે જાણીતું છે. અહીં ઝાંઝરીના ધરા તરીકે ઓળખાતો ધોધ ભોગિયા ધરા તરીકે ઓળખાય છે. અહીં આવતા પ્રવાસીઓમાંથી ઘણા લોકો ધરામાં ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. તંત્ર દ્વારા સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા છે છતાં લોકો સૂચનાને અવગણીને નાહવા પડે છે જેને લઇ ડૂબી જવાની ઘટનાઓ અનેક વાર બને છે.

ઇદનો તહેવાર પૂરો થયા બાદ રજા માણવા અમદાવાદ થી 17 થી 22 વર્ષની વયના 10 જેટલા યુવાનો ઝાંઝરી આવ્યા હતા. બાદમાં નદીમાં આવેલ ધરામાં નાહવા પડ્યા હતા જેમાંથી ત્રણ યુવાનો ડૂબી જવાની ઘટના બની છે. બનાવ અંગેની જાણ આંબલીયારા પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડૂબેલા લોકોના મૃતદેહ તરવૈયાઓની મદદથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ સાંજનો સમય થઈ ગયો હોવાથી હજી સુધી એક પણ મૃતદેહ હાથ લાગ્યો નથી. ત્યાર બાદ આ અંગે મામલતદાર સહિતના અધિકારીને જાણ કરવામાં આવી હતી. બાદમાં મોડાસાથી NDRF ની ટીમ બોલાવી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ધોધમાં ડૂબી ગયેલા યુવકોમાં ઈમ્તીયાક મનસુરી, હસન મનસુરી અને ઈરફાન મનસુરી નો સમાવેશ થતો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.