Not Set/ અ’વાદ: સ્વાઇન ફ્લૂ અને પાણીજન્ય રોગમાં વધારો,સ્વાઇન ફ્લૂના નવા 45 કેસ નોંધાયા

અમદાવાદ, જેમ જેમ ઠંડીમા વધારો થઇ રહ્યો છે તેમ તેમ સ્વાઇન ફ્લૂના કેસ પણ વધી રહ્યા છે. ગત સપ્તાહમા અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના ૪૫ નવા કેસ નોંધાયા હતા અને ચાલુ મહિને 110 કેસ નોંધાયા છે. જ્યારે 2 લોકોના મોત થયા છે. ગત વર્ષે એટલે કે 2018માં સ્વાઇન ફ્લૂના 777 કેસ નોંધાયા હતા. જ્યારે  29 લોકોના મોત […]

Ahmedabad Gujarat Videos
mantavya 547 અ'વાદ: સ્વાઇન ફ્લૂ અને પાણીજન્ય રોગમાં વધારો,સ્વાઇન ફ્લૂના નવા 45 કેસ નોંધાયા

અમદાવાદ,

જેમ જેમ ઠંડીમા વધારો થઇ રહ્યો છે તેમ તેમ સ્વાઇન ફ્લૂના કેસ પણ વધી રહ્યા છે. ગત સપ્તાહમા અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના ૪૫ નવા કેસ નોંધાયા હતા અને ચાલુ મહિને 110 કેસ નોંધાયા છે. જ્યારે 2 લોકોના મોત થયા છે.

ગત વર્ષે એટલે કે 2018માં સ્વાઇન ફ્લૂના 777 કેસ નોંધાયા હતા. જ્યારે  29 લોકોના મોત થયા હતા. આમ સ્વાઇનના કેસ વધતા ઉંધમા રહેલુ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે અને મોડે મોડે કામગીરી શરૂ કરી છે.

સ્વાઇન ઉપરાંત મચ્છર અને પાણીજન્ય રોગચાળો પણ જોવા મળી રહ્યો છે. ચાલુ માસમા અત્યાર સુધીમાં ઝાડા-ઉલટીના 304 કેસ જ્યારે ટાઇફોઇડના 179 કેસ સામે આવ્યા છે.

મચ્છર અને પાણીજન્ય રોગચાળા પર નજર કરીએ તો સાદા મલેરિયા 16 કેસ, ઝેરી મલેરિયાનો 1 કેસ ,ડેન્ગ્યુના 6 કેસ, ચિકનગુનિયાના 8 કેસ, ઝાડા-ઉલટીના 304 કેસ, કમળાના 169 કેસ અને ટાઇફોઇડના 179 કેસ નોંધાય છે.