Suicide/ અમદાવાદમાં IIMમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં કર્યો આપઘાત

આ મામલે મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના મુજફ્ફરાબાદની અને અમદાવાદના IIM ઈન્સ્ટીટયૂટમાંમાં અભ્યાસ કરતી 25 વર્ષની યુવતીએ આપઘાત કર્યો છે. પોલીસ તપાસ કરતાં આપઘાત કરનાર યુવતીનું નામ દ્રષ્ટિ રાજ કાનાણી હોવાનું બહાર આવ્યું છે.

Ahmedabad Gujarat

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદમાં IIM પીજીપીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ હોસ્ટેલ રૂમમાં અગમ્ય કારણોસર આપધાત કર્યો હતો. જો કે, આ અંગે પોલીસને જાણ કરતા સેટેલાઇટ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના મુજફ્ફરાબાદની અને અમદાવાદના IIM ઈન્સ્ટીટયૂટમાંમાં અભ્યાસ કરતી 25 વર્ષની યુવતીએ આપઘાત કર્યો છે. પોલીસ તપાસ કરતાં આપઘાત કરનાર યુવતીનું નામ દ્રષ્ટિ રાજ કાનાણી હોવાનું બહાર આવ્યું છે. યુવતી PGPMના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. અને કોરોના સમયથી સ્ટડી ફ્રોમ હોવાથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. દરમિયાનમાં ગઈકાલે સાંજે કોઈ કારણોસર વિદ્યાર્થિનીએ દુપટ્ટા વડે પંખે લટકીને ગળાફાંસો ખાઇ લીધો છે. ઘટનાની જાણ થતા સેટેલાઇટ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હકીકત જાણવા કવાયત હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં કોઇ ચિઠ્ઠી કે અન્ય ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ આપઘાત કરનાર યુવતી નો મોબાઈલ જપ્ત કરીને તેના ડેટા ની હકીકત મેળવવા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં તપાસ દરમિયાન આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે તેવું સેટેલાઈટ પીઆઇ અગ્રાવત જણાવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…