Not Set/ અમદાવાદ બન્યું ફરી શર્મશાર, સગીરા ઉપર ગેંગરેપની ઘટનાની નોંધાઈ પોલીસ ફરિયાદ

વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ.   શહેરના ચાંદખેડા વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 2 યુવકોએ ગેંગરેપ કરતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને અડાલજની હોટેલમાં લઈ જઈને 2 મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. સગીરાને પીંખી નાંખી હોસ્પિટલમાં મૂકી બે બળાત્કારી તથા એક મદદગારી કરનાર આરોપી ફરાર થઈ ગયા હતા. જે અંગે ચાંદખેડા પોલીસે ગેંગરેપનો ગુનો […]

Ahmedabad Gujarat
11 year old thane girl molested in her buildings lobby e1540038877790 અમદાવાદ બન્યું ફરી શર્મશાર, સગીરા ઉપર ગેંગરેપની ઘટનાની નોંધાઈ પોલીસ ફરિયાદ

વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ.

 

શહેરના ચાંદખેડા વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 2 યુવકોએ ગેંગરેપ કરતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને અડાલજની હોટેલમાં લઈ જઈને 2 મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. સગીરાને પીંખી નાંખી હોસ્પિટલમાં મૂકી બે બળાત્કારી તથા એક મદદગારી કરનાર આરોપી ફરાર થઈ ગયા હતા. જે અંગે ચાંદખેડા પોલીસે ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી 3 આરોપીની ધરપકડ કરી છે… 

હેવાનીયતે હદ વટાવી 

15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ

સગીરાને હોટેલમાં લઈ જઈ આચર્યુ દુષ્કર્મ

2 મિત્રોએ સગીરાને પીંખી નાખી

સગીરાને હોટેલમાં મૂકી આરોપીઓ ફરાર 

ચાંદખેડા પોલીસે ગૂનો નોંધી આરોપીઓને દબોચ્યા 

બનાવની વાત કરીએ તો ચાંદખેડાના જગતપુરમાં રહેતી 15 વર્ષિય સગીરાને મળવાના બહાને બોલાવી કારમાં અપહરણ કરી અડાલજની એક હોટેલમાં લઈ ગયા હતા. જ્યાં બે મિત્રો શૈલેશ ભરવાડ અને વિજય ભરવાડે સગીરાને હોટલના રૂમમાં પીંખી નાખી હતી. જેથી સગીરાને ગુપ્તાંગમાંથી અસહ્ય લોહી નીકળતા તે બેભાન થઈ ગઈ હતી. બાદમા અન્ય આરોપી વિજય ભરવાડની મદદથી સગીરાને હોસ્પિટલમાં મૂકી ત્રણેય નરાધમો ભાગી ગયા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે ત્રણેય યુવાનો વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

આરોપીની પૂછપરછમા સામે આવ્યુ કે સગીરા જગતપુરમાં જ રહેતા શૈલેશ ભરવાડ નામના યુવાનના પરિચયમાં આવી હતી. 10 જુલાઈએ શૈલેશે સગીરાને ફોન કરીને ગોદરેજ ગાર્ડન સિટી મળવા બોલાવી હતી. શૈલેશ તેના મિત્ર સાથે કારમાં ત્યાં ઊભો હતો. સગીરાને કારમાં બેસાડીને તેઓ અડાલજ ખાતેની એક હોટલના રૂમમાં લઈ ગયા હતા. પહેલા શૈલેશે નિર્ભયા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી બંને મિત્રોએ વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો.જેથી પોલીસે જગતપુરની હોટલના સીસીટીવી તથા રેકોર્ડ પુરાવા એકઠા કર્યા છે.

ચાંદખેડા પોલીસે ત્રણેય આરોપીના ઘરે-સગાં- સંબંધીને ત્યાં તપાસ કરી હતી. પરંતુ તેઓ મળ્યા નહોતા. જેથી પોલીસે ત્રણેયના મોબાઈલ નંબર ટ્રેસિંગમાં મૂક્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર લઈને ત્રણેય નરાધમો ભાગ્યા હોવાથી રોડ પરના સીસીટીવી તેમજ ટોલનાકાના સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ગુનામા પોલીસ તપાસમા શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.