Not Set/ અમદાવાદ/ મનપા કમિશનર-ભાજપ શાસકો વચ્ચેનું શીતયુદ્ધ ગરમાયું 

અમદાવાદ મ્યુનીસીપલ કમિશનર અને ભાજપ શાસક વચ્ચે ચાલતું સહિત યુદ્ધ હવે ગરમાયું છે. નવાપશ્ચિમ ઝોનની બેઠકમાં ભારે હોબાળો થયો હોવાનું બહાર આવ્યું છે. ભાજપના વેજલપુરના કોર્પોરેટરો અને કમિશ્નર વિજય નેહરા વચ્ચે રોડ અને રસ્તાને લઈને ઉગ્ર બોલાચાલી સામે આવી છે. વિસ્તારોમાં રોડ ન બનતા હોવાની કોર્પોરેટરોની ફરીયાદ હતી. કમિશનરે સભ્યને અપશબ્દ કહ્યા હોવાનું પ્રાપ્ત સુત્રો […]

Top Stories Ahmedabad Gujarat
ijay nehra અમદાવાદ/ મનપા કમિશનર-ભાજપ શાસકો વચ્ચેનું શીતયુદ્ધ ગરમાયું 

અમદાવાદ મ્યુનીસીપલ કમિશનર અને ભાજપ શાસક વચ્ચે ચાલતું સહિત યુદ્ધ હવે ગરમાયું છે. નવાપશ્ચિમ ઝોનની બેઠકમાં ભારે હોબાળો થયો હોવાનું બહાર આવ્યું છે. ભાજપના વેજલપુરના કોર્પોરેટરો અને કમિશ્નર વિજય નેહરા વચ્ચે રોડ અને રસ્તાને લઈને ઉગ્ર બોલાચાલી સામે આવી છે.

વિસ્તારોમાં રોડ ન બનતા હોવાની કોર્પોરેટરોની ફરીયાદ હતી. કમિશનરે સભ્યને અપશબ્દ કહ્યા હોવાનું પ્રાપ્ત સુત્રો જણાવી રહ્યા છે. ભાજપી સભ્યોનો કમિશ્નર વિજય નેહરા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વેજલપુરના કોર્પોરેટર પોતાના વિસ્તારમાં ૨૦૧૭ની સાલથી રોડની  હાલત અત્યંત દયનીય છે અને કોઈ જ નવા રોડ પણ બનેલ નથી તે અંગેનું લીસ્ટ લઇ ને ગયા હતા. તે સમયે કમિશનરે ઉગ્ર ભાષામાં તેમને અપશબ્દ કહ્યુંનું સામે આવ્યું છે.

શાસક પક્ષના નેતા અમિત શાહની આગેવાનીમાં ભાજપના ૨૨ જેટલા કોર્પોરેટર સુરેન્દ્ર કાકાને મળવા માટે ગયા હતા. અને તમામ હકીકત થી વાકેફ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.