Not Set/ પોલીસની હાજરીમાં મહિલાના કપડાં ઉતારી દીધા, મહિલાએ પોલીસની દાદાગીરીનો કર્યો આક્ષેપ

અમદાવાદ, વેજલપુરમાં શ્રીનંદ નગરમાં મકાન ખાલી કરવા ગયેલી મહિલાના કપડાં ઉતાર્યાના આક્ષેપ કર્યાની હોવાની ઘટના સામે આવી છે, સિનિયર સીટીઝન મહિલાના કપડાં ઉતારીને ઘરે તાળું લગાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વેજલપુરમાં આવેલા શ્રીનંદનગરમાં ભાડુઆત એક મકાન ખાલી કરી નથી રહ્યાં. જે માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં આજે સવારે […]

Ahmedabad Gujarat Videos
mantavya 409 પોલીસની હાજરીમાં મહિલાના કપડાં ઉતારી દીધા, મહિલાએ પોલીસની દાદાગીરીનો કર્યો આક્ષેપ

અમદાવાદ,

વેજલપુરમાં શ્રીનંદ નગરમાં મકાન ખાલી કરવા ગયેલી મહિલાના કપડાં ઉતાર્યાના આક્ષેપ કર્યાની હોવાની ઘટના સામે આવી છે, સિનિયર સીટીઝન મહિલાના કપડાં ઉતારીને ઘરે તાળું લગાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ વેજલપુરમાં આવેલા શ્રીનંદનગરમાં ભાડુઆત એક મકાન ખાલી કરી નથી રહ્યાં. જે માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં આજે સવારે મકાન માલિક ભાડુવાતને મળવા ગયા હતાં.

જ્યાં બંન્ને લોકો વચ્ચે બોલાચાલી અને મારામારી પણ થઇ હતી. જે પછી મકાન માલિક આધેડ મહિલા નગ્ન અવસ્થામાં રોડ પર બેસી ગઇ હતી. જેના કારણે આખા વિસ્તારનાં લોકો ત્યાં ભેગા થઇ ગયા હતાં. આ નગ્ન મહિલાનો વીડિયો પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે.

વેજલપુરનાં શ્રીનંદનગરમાં ભાડે આપેલું મકાન ખાલી કરાવવા ગયેલા લોકોને મારમારવામાં આવ્યો અને એક મોટી ઊંમરની મહિલાનાં કપડા ફાડી નાંખવામાં આવ્યાં. જે પછી મહિલા પોતાનાં કપડા ઉતારીને જાહેરમાં રોડ પર કેટલાય સમય સુધી આળોટતી રહી. લોકોએ તેમને કપડા પહેરાવવાનો પ્રયાસ કર્યો તો પણ તેણે પહેર્યાં નહીં. આ આખી ઘટનામાં પોલીસની પણ હાજરી ત્યાં હતી.