AHMEDABAD NEWS/ મેઘમહેરમાં અમદાવાદ બન્યું ‘સ્વિમિંગપૂલ’

અમદાવાદને રવિવારે મેઘરાજાએ પાંચ-પાંચ ઇંચ વરસાદ સાથે તરબોળ કરી દેતા અમદાવાદ જાણે સ્વિમિંગ પૂલ બન્યું હતું. તેની સાથે મેઘરાજાએ પ્રી-મોનસૂન પ્લાનને જાણે કહી દીધુ હતુ ‘ચલ હટ’. અમદાવાદમાં સીઝન જામવાની સાથે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી. શહેરમાં પડેલા પાંચ ઇંચ વરસાદે પ્રી-મોનસૂન પ્લાન કોહલીની જેમ ધોઈ નાખ્યો હતો.

Gujarat Top Stories Ahmedabad Trending Breaking News
Beginners guide to 57 3 મેઘમહેરમાં અમદાવાદ બન્યું ‘સ્વિમિંગપૂલ’

Ahmedabad News: અમદાવાદને રવિવારે મેઘરાજાએ પાંચ-પાંચ ઇંચ વરસાદ સાથે તરબોળ કરી દેતા અમદાવાદ જાણે સ્વિમિંગ પૂલ બન્યું હતું. તેની સાથે મેઘરાજાએ પ્રી-મોનસૂન પ્લાનને જાણે કહી દીધુ હતુ ‘ચલ હટ’. અમદાવાદમાં સીઝન જામવાની સાથે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી. શહેરમાં પડેલા પાંચ ઇંચ વરસાદે પ્રી-મોનસૂન પ્લાન કોહલીની જેમ ધોઈ નાખ્યો હતો.

ગોતા-સાયન્સ સિટીમાં ત્રણ કલાકમાં છ ઇંચ વરસાદ

ગોતા અને સાયન્સ સિટીમાં ત્રણ જ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા પ્રીમોનસૂન પ્લાન ધોવાઈ ગયો હતો. બધી જ જગ્યાએ ફક્ત પાણી જ પાણી હતુ, રસ્તાઓ શોધવા જવા પડે તેવી સ્થિતિ હતી. ગોતા અને સાયન્સ સિટીના વિસ્તારના લોકો પણ અસમંજસમાં પડી ગયા હતા. આને મેઘમહેર કેવી કે મેઘકહેર તેના વિચારમાં પડી ગયા હતા.

ઘાટલોડિયા-નારણપુરા, વિજયનગરમાં છ ઇંચ વરસાદ

ઘાટલોડિયા, નારણપુરા અને વિજયનગરમાં પણ છ-છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેના લીધે એવી સ્થિતિનું નિર્માણ થયું હતું કે ફક્ત મકાનો જ દેખાતા હતા, રસ્તા દેખાતા ન હતા. આના લીધે ઘાટલોડિયા, નારણપુરા અને વિજયનગર વિસ્તારમાં લોકોએ રવિવારની રજાનો ઉપયોગ કરતાં રસ્તાને સ્વિમિંગ પૂલ સમજી કર્યો હતો.

બોપલ-ઘુમા, શેલા અને શીલજમાં ચાર ઇંચ વરસાદ

બોપલ-ઘુમા, શેલા અને શીલજમાં ચાર-ચાર ઈંચ વરસાદે બધે જળબંબાકાર કરી દીધું છે. રસ્તો શોધવા માટે દીવો લઈ નીકળવું પડે તેવી સ્થિતિ છે. કેટલાય લોકો રસ્તા પર નીકળ્યા તો જાણે તેઓ કોઈ કામ માટે નહી પણ રસ્તો શોધવા નીકળ્યા હોય તેમ લાગતું હતું. આવી જ સ્થિતિ નરોડામાં પણ હતી. નરોડામાં ખારીકટ કેનાલ કેનાલ નહીં પણ જાણે નદી બનીને વહી હતી. આ દરમિયાન અમદાવાદમાં શીલજમાં આખી ગાડી ઉતરી જાય તેવો ભૂવો પડ્યો હતો.

ચાંદખેડા,ચાંદલોડિયા,રાણીપ અને સરખેજમાં ત્રણ ઇંચ વરસાદ

વરસાદે સમગ્ર અમદાવાદના તરબોળ કર્યું તો ચાંદખેડા, ચાંદલોડિયા અને સરખેજમાં ઠેર-ઠેર પાણી જોવા મળ્યા હતા, લાંબા સમયે પડેલા વરસાદના લીધે લોકોને રાહત મળી અને બીજું ઠેર-ઠેર પાણી ભરાતા લોકો તેને જોવા નીકળ્યા હતા. રસ્તા પર લોકોના આવવા-જવા કરતાં લોકોના ભરાયેલા પાણી જોવા માટેની ભીડ વધારે હતી. લોકો રીતસરના પાણીમાં છબછબીયા કરતાં જોવા મળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Zomatoમાંથી મંગાવ્યું વેજ અને મળ્યું નોન-વેજ….

આ પણ વાંચો:ગુજરાતમાં ભારે ગરમી બાદ સાર્વત્રિક વરસાદ

આ પણ વાંચો:અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો:વલસાડમાં ભાઈ-બહેન સહિત ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત