Not Set/ ગુજરાત: છ માંથી ત્રણ મેયરના નામ જાહેર

અમદાવાદ, અમદાવાદ, ભાવનગર અને સુરતના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. 14 જુનના રોજ અમદાવાદના નવા મેયર તરીકે પાટીદાર બિજલબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે અમોલ ભટ્ટની વરણી કરવામાં આવી છે. દંડક તરીકે રાજુભાઈ ઠાકોરના નામની જાહેરાત કરવામાં […]

Top Stories Gujarat Trending
mayor ગુજરાત: છ માંથી ત્રણ મેયરના નામ જાહેર

અમદાવાદ,

અમદાવાદ, ભાવનગર અને સુરતના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. 14 જુનના રોજ અમદાવાદના નવા મેયર તરીકે પાટીદાર બિજલબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે.

તો સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે અમોલ ભટ્ટની વરણી કરવામાં આવી છે. દંડક તરીકે રાજુભાઈ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે અમિત શાહની વરણી કરવામાં આવી છે.

ભાવનગર

ભાવનગરમાં રાજપૂત ચહેરાની પસંદગી કરવામાં આવી છે. ભાવનગરના મયેર તરીકે મનહર મોરીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર પદે અશોક બારૈયાની વરણી કરવામાં આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે યુવરાજસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે. આ પહેલા એવી પણ ચર્ચાઓ થઇ રહી હતી કે મેયર તરીકે નીમુબેન ફરી હેટ્રિક મારશે.

સુરત.

સુરતના નવા મેયર તરીકે જગદીશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે નિરવ શાહની નિમણૂક કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના પદ તરીકે અનિલ ગોપલાણી નિમણૂક કરવામાં આવી છે. શાસક પક્ષ નેતા તરીકે દયાશંકર સિંહની વરણી કરવામાંઆવી છે.