સ્વખર્ચે પ્રજાના પ્રશ્નો કરશે દૂર/ ભાજપ શાસિત જામનગરના કોર્પો. સ્વ ખર્ચે ભૂગર્ભ ગટર માટે માંગી મંજૂરી, રાજકરણ ગરમાયું

જો મહાનગરપાલિકા પાસે નાણાની અછત કે જોગવાઇ ન હોય તો કોર્પોરેટર નિલેશ કગથરા દ્વારા સ્વખર્ચે આ વિસ્તારના લોકોનો પ્રશ્ન હલ થાય તેના માટે ગટર બનાવી આપવા તૈયારી દર્શાવી છે અ

Top Stories Gujarat Others
રબારી 3 ભાજપ શાસિત જામનગરના કોર્પો. સ્વ ખર્ચે ભૂગર્ભ ગટર માટે માંગી મંજૂરી, રાજકરણ ગરમાયું
  • સ્વખર્ચે ગટર બનાવવા મંજૂરી માંગતા રાજકરણ ગરમાયું
  • ભાજપ શાસિત છે જામનગર મહાનગરપાલિકા
  • નિલેશ કગથરાએ મ્યુ. કમિ.ને લખ્યો પત્ર
  • વોર્ડ નં. 9ના નગર સેવક છે નિલેશ કગથરા
  • અનેક રજૂઆત બાદ પણ નથી આવ્યું નિરાકરણ
  • નિરાકરણ ન આવતા કોર્પોરેટરે ભર્યું આકરું પગલું
  • લોકો પોતાના લાભ અને સ્વાર્થ માટે રાજકારણ કરે છે
  • સાધુ સંતોને ખુલ્લા પગે ગટરના પાણીમાંથી પસાર થવું પડે

મોટાભાગે વિકાસલક્ષી કે પ્રાથમિક સમસ્યાના કામ જે તે વિસ્તારમાં ન થતા હોવાના વિપક્ષના આરોપો લાગતા હોય છે.  પરંતુ જામનગર શહરેમાં ભાજપ શાસિત ‘મહાનગરપાલિકામાં ભાજપના જ કોર્પોરેટર પોતાના ખર્ચે ગટર બનાવવાની મંજૂરી માંગતો એક પત્ર મ્યુનિ. કમિશ્નરને લખતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.  આ સળગતો પત્ર ભાજપના કોર્પોરેટર નિલેશ કગથરાએ લખ્યો છે.  અને તેને લઈને જ હાલ આ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. છેલ્લા 6 મહિનાથી અવિરત રજૂઆત કરતા હોવા છતાં ગટરની સમસ્યાનું કોઇ નિરાકરણ ન આવતા આખરે વોર્ડ નં.9 ના કોર્પોરેટરે આકરું પગલું ભર્યુ છે.

narbali 1 ભાજપ શાસિત જામનગરના કોર્પો. સ્વ ખર્ચે ભૂગર્ભ ગટર માટે માંગી મંજૂરી, રાજકરણ ગરમાયું

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.9ના કોર્પોરેટર નિલેષભાઇ કગથરાએ મ્યુનિ. કમિશ્નર વિજય ખરાડીને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે, શહેરના વોર્ડ નં.9 માં આવેલ આણંદાબાવાના ચકલાથી કલ્યાણજીના મંદિર તરફ જતા રસ્તામાં છેલ્લા છ માસ કરતા વધુ સમયથી તેમના દ્વારા તથા આ વોર્ડના એસ.એસ.આઇ દ્વારા ભુગર્ભ ગટર શાખામાં લેખિત, મૌખિક અને ટેલીફોનીક મેસેજથી વારંવાર ગટર છલકાવવાના પ્રશ્ન અંગે રજૂઆત કરાઇ હોય જેનો કોઇ નિરાકરણ આજ સુધી આવ્યો નથી. આ ઉપરાંત ભુગર્ભ ગટર શાખાના એન્જિનિયર દ્વારા અહીં નવી ગટર બનાવી પડશે તેવો અભિપ્રયા પણ હોવા છતાં નવી ગટર બનાવવામાં આવતી નથી.

આ પ્રકરણમાં જો મહાનગરપાલિકા પાસે નાણાની અછત કે જોગવાઇ ન હોય તો કોર્પોરેટર નિલેશ કગથરા દ્વારા સ્વખર્ચે આ વિસ્તારના લોકોનો પ્રશ્ન હલ થાય તેના માટે ગટર બનાવી આપવા તૈયારી દર્શાવી છે અને આ અંગે તેમણે વહિવટીતંત્ર પાસે મંજુરી માંગતો પત્ર પણ લખ્યો છે.

જામ ભાજપ શાસિત જામનગરના કોર્પો. સ્વ ખર્ચે ભૂગર્ભ ગટર માટે માંગી મંજૂરી, રાજકરણ ગરમાયું

પત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર આ વિસ્તારની અંદર જૈન સમાજના દેરાસર અને ઉપાશ્રયો આવેલા છે તથા ગણપતિનું મંદિર આવેલ છે. જૈન સાધુ સંતો અને શ્રાવકો ખુલ્લા પગે દેરાસર જતા-આવતા હોય, ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે.  આટલી હદે મુશ્કેલી હોવા છતા આ સામાન્ય પ્રશ્નોન છ માસથી ઉકેલ “ન” આવેલ તે બાબત ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક છે.

જયારે અહીં ગટર બની હતી ત્યારે તે લાઇન લેવલ વગર બની હતી. ગટર બન્યા પછી કોઇ નવા મોટા બિલ્ડીંગ બનેલ નથી કે નવા જોડાણો આપેલ નથી તેમ છતા આ ગટર વારંવાર છલકાઇ છે.  મતલબ કે કામ ચાલુ હતુ ત્યારે યોગ્ય સુપરવિઝન થયેલ નથી.  આથી ગટરના આ પ્રશ્નનો અંગે જે કોઇ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવા પણ કોર્પોરેટર નિલેશ કગથરાએ માંગણી કરી છે.