અમદવાદ,
અનામતની માંગ થી શરૂ થયેલું આંદોલન હાલ વિવિધ રાજકીય પક્ષના રોટલા શેકતા હોઈ તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આંદોલનની માંગ સાથે રસ્તે ઉતરેલા હાર્દિક પટેલે પણ કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.
જેના વિરોધમાં આજે એક કલાકના રાખવામાં આવેલા શ્વેતાંગના માતા અને બહેન ઉપવાસનું શૂરશુરિયું થઇ ગયું હતું અને શ્વેતાંગના માતા પોતાને ઉપવાસ સ્થળે ખોટું બોલી પોતાને અને પોતાની દીકરીને લાવવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.
ત્યારે સમગ્ર ઉપવાસનું આયોજન કરેલ ચિરાગ પટેલે શ્વેતાંગના માતાની તબિયત સારી ના હોવાથી ઉપવાસમાં જોડાય શક્યા ના હોવાનો બચાવ કર્યો હતો. ત્યારે જો તબિયત સારી ના હતી તો શા માટે ઉપવાસ સ્થળે શ્વેતાંગના માતા પોહચ્યા તે પણ સવાલ પાટીદારોમાં ઉઠવા પામ્યો છે.
