અમદાવાદ/ વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે GCS હોસ્પિટલના ડોક્ટર્સ ઉતર્યા હડતાળ પર

વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ  જીસીએસ હોસ્પિટલના રેસિડેન્ડ ડોક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે.

Top Stories Ahmedabad Gujarat
fire 2 વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે GCS હોસ્પિટલના ડોક્ટર્સ ઉતર્યા હડતાળ પર

અમદાવાદ શહેરને શહેરીજનો ને મોટી દિવાળી ગીફ્ટ મળી છે. દિવાળીની ખરીદીમાં કોરોના ગાઈડ લાઈન્સ નું સરેઆમ ઉલંઘન હવે શહેરી જનોને ભરી પડી રહ્યું છે. દિવાળી માં ફરી એકવાર અમદાવાદની કોરોના હોસ્પિટલ પેક જોવા મળી રહી છે. સોલા સિવિલ અને અમદાવાદ સિવિલ બાદ GCS હોસ્પીટલમાં  પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પીટલના મોટાભાગના ICU  બેડ ફૂલ થી ચુક્યા છે. આઈસોલેશનમાં માત્ર પાંચ ટકા બેડ ખાલી છે. ગત  13મી નવેમ્બરથી અત્યાર સુધીમાં 330 જેટલા દર્દીઓ જીસીએસમાં દાખલ થયા છે.

આ બધાની વચ્ચે મોટા સમાચાર એ આવી રહ્યા છે કે, વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ  જીસીએસ હોસ્પિટલના રેસિડેન્ડ ડોક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે.   હડતાળ મુદ્દે કોલેજના મેનેજમેન્ટ અને હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સ વાતચીત શરૂ કરી હતી. રેસિડેન્ડ ડોક્ટર્સની માગ છે કે, ફીમાં ઘટાડો કરવામાં આવે અને કોવિડ ડ્યુટીના ભથ્થા અંગે પણ  કોઈ નિર્ણય લેવામાં આવે. આશરે 70 જેટલા ડોક્ટર્સની હડતાળના કારણે સારવાર માટે આવેલા  દર્દીઓની હાલાકીમાં પણ વધારો થયો છે.