Not Set/ અમદાવાદ ભાજપના વધુ એક કોર્પોરેટર કોરોનાની ચપેટમાં ….

અમદાવાદના પાલડી વોર્ડના કોર્પોરેટર સુજય મહેતાકોરોનાનો શિકાર બન્યા છે. પાલડી ની કોઈપણ સોસાયટીના રહીશ ના ઘરે કોરોના પોઝિટિવ આવે અને કોઈપણ વ્યક્તિ તેઓને ફોન કરે તો ત્વરિત તેમને હોસ્પિટલમાં એડમિટ કરવાથી લઈને સોસાયટી સેનેટાઇઝ કરાવવાની કામગીરી કોર્પોરેશન ના અધિકારીઓને જાણ કરી અને સાથે ઉભા રહી ને જવાબદારી પૂર્વક ની સેવા નિભાવતા કોર્પોરેટર સુજય મહેતા ને આજે કોરોના પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે

Ahmedabad Gujarat
keshod 3 અમદાવાદ ભાજપના વધુ એક કોર્પોરેટર કોરોનાની ચપેટમાં ....

ગુજરાતમાં ફરીએકવાર કોરોના વાઈરસ માથું ઉચકી રહ્યો છે. અમદાવાદમાં દિવાળી ની શરૂઆતથી જ કોરોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.  ત્યારે ભાજપના જ વધુ એક નેતા કોરોના ની ચપેટમાં આવ્યા છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કોર્પોરેટર કોરોનાની ચપેટમાં આવ્યા છે.

અમદાવાદના પાલડી વોર્ડના કોર્પોરેટર સુજય મહેતાકોરોનાનો શિકાર બન્યા છે. પાલડી ની કોઈપણ સોસાયટીના રહીશ ના ઘરે કોરોના પોઝિટિવ આવે અને કોઈપણ વ્યક્તિ તેઓને ફોન કરે તો ત્વરિત તેમને હોસ્પિટલમાં એડમિટ કરવાથી લઈને સોસાયટી સેનેટાઇઝ કરાવવાની કામગીરી કોર્પોરેશન ના અધિકારીઓને જાણ કરી અને સાથે ઉભા રહી ને જવાબદારી પૂર્વક ની સેવા નિભાવતા કોર્પોરેટર સુજય મહેતા ને આજે કોરોના પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

keshod: તહેવારોમાં શ્રમજીવીના ઘરે તસ્કરોએ કર્યા શ્રી ગણેશ, બંધ ઘરોમા…

ડો.સુજય મહેતા એ પોતાના ફેસબુક પેજ ઉપર પાલડી ની જનતા ને જણાવ્યું હતું કે મને કોરોના ના લક્ષણો દેખાતા મેં ટેસ્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ હું હોસ્પિટલમાં સ્વસ્થ છું.વધુમાં જણાવેલ કે મારા સંપર્કમાં આવેલ તમામ લોકોએ ટેસ્ટ કરાવી લેવા જેથી કોઈને કાંઈ તકલીફ ના પડે અને હું ઝડપથી સ્વસ્થ થઈ ને ફરીથી પાલડી ની જનતા માટે ખડેપગે સેવા કરવા ઉભો રહીશ.

નોધનીય છે કે સુથી પહેલા અમદાવાદ મનપાના કોંગ્રેસી કોર્પોરેટર બદરુદ્દીન શેખ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. અને કોરોનામાં તેમણે જીવ ગુમાવ્યો હતો.