auction/ વિશ્વનો સૌથી મોંઘુ કબૂતર, જે વેચાયું આટલા કરોડ રૂપિયામાં, જાણો એવું તે શું ખાસ છે …?

મોટાભાગે નાર કબુતર માટે હોય છે. માદા કબુતર ના આટલો ભાવ નથી મળતો. નર કબૂતરની કિંમત વધુ હોય છે, કારણ કે તે વધુ બચ્ચાં પેદા કરી શકે છે. ‘

Top Stories World
keshod 4 વિશ્વનો સૌથી મોંઘુ કબૂતર, જે વેચાયું આટલા કરોડ રૂપિયામાં, જાણો એવું તે શું ખાસ છે ...?

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ હંમેશા તેમના કાર્યોને લઈને સમાચારોમાં રહે છે, પરંતુ આજે અમે તમને એક એવા કિમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે પોતાના એક સમાચાર સાથે દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. . હકીકતમાં આ કીમ એ બે વર્ષીય રેસિંગ માદા કબૂતર છે, જેને તાજેતરમાં વિશ્વના સૌથી મોંઘા કબૂતર તરીકેનો ખિતાબ મળ્યો હતો.

दुनिया का सबसे महंगा कबूतर

આપને જણાવી દઈએ કે ઓનલાઈન હરાજી દરમિયાન આ રેસિંગ કબૂતરને 19 લાખ ડોલર એટલે કે 14 કરોડમાં વેચવામાં આવ્યું છે. આ હરાજીથી કિમે વિશ્વના સૌથી મોંઘા કબૂતરોનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. અગાઉ તે 237 ડોલરમાં હરાજી માટે મૂકવામાં આવ્યું હતું.  પરંતુ એક ચીની વ્યક્તિએ તેને 1.9 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું.

दुनिया का सबसे महंगा

પેરેડાઇઝ અનુસાર, ગયા વર્ષે નર અરમાન્ડો કબૂતર માટે 1.25 મિલિયન યુરો ચૂકવવામાં આવ્યા હતા. રેસિંગ ચેમ્પિયન અરમાન્ડો કબૂતરોના લુઇસ હેમિલ્ટન તરીકે પણ જાણીતો હતો. તે નિવૃત્ત થયા પછી 2019 માં તેનું વેચાણ થયું હતું. પરંતુ કિમે આર્માન્ડોને પણ પાછળ રાખી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રેસિંગ કબૂતર કિમનો ઉછેર કરનાર કર્ટ વાવર અને તેના પરિવારજનો નિલમીના પૈસા સાંભળીને ચોંકી ગયા હતા.

दुनिया का सबसे महंगा कबूतर

છેલ્લા કેટલાક વર્ષોમાં, કબૂતર રેસ ચીનમાં ખૂબ લોકપ્રિય થઈ રહી છે. રેસિંગ કબૂતરની નવી પ્રજાતિને ઉછેરવ માટે ચીની લોકો આવા રેસિંગ કબુતર ખરીદી રહ્યા છે. વર્ષ 2018 માં, કિમે રાષ્ટ્રીય મધ્યમ અંતર રેસ સહિત અનેક સ્પર્ધાઓ જીતી હતી. ત્યારબાદ કિમ પણ નિવૃત્ત થઈ છે. આવી સ્થિતિમાં, અપેક્ષા રાખવામાં આવે છે કે કિમના નવા માલિકો પણ તેનો ઉપયોગ સંવર્ધન માટે કરશે.

दुनिया का सबसे महंगा कबूतर

હરાજી પેઢી પીપાના સીઇઓ નિકોલિયાએ રોઇટર્સને જણાવ્યું હતું કે, આ રેકોર્ડ બ્રેક ભાવ અવિશ્વસનીય છે. કારણ કે તે મોટાભાગે નાર કબુતર માટે હોય છે. માદા કબુતર ના આટલો ભાવ નથી મળતો. નર કબૂતરની કિંમત વધુ હોય છે, કારણ કે તે વધુ બચ્ચાં પેદા કરી શકે છે. ‘