Not Set/ ભાઈબંધીમાં ઉછીના નાણાં લેવું વકીલને ભારે પડ્યું, નેગોસીયેબલ કોર્ટે ફટકારી 1 વર્ષની સજા

મંતવ્ય ન્યૂઝ,  ભાઈબંધીમાં ઉછીના 8.5 લાખ રૂપિયા મેળવીને આરોપીએ જુદાજુદા બે ચેક આપ્યા હતા. જે ચેક બાઉન્સ જતા ફરિયાદીએ આ મામલે નેગોસીયેબલ ઈંસ્તુમેન્ટ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે મામલે કોર્ટે આરોપીને દોષિત ગણીને 1 વર્ષની સજા ફટકારી છે. કેસની સંપૂર્ણ વિગત એવી છે કે, ફરિયાદી હેમેન્દ્ર રાવલ અને આરોપી મો.અસફાક મલેક એકબીજાના સારા મિત્રો હતા. […]

Ahmedabad Gujarat
Court e1566142570838 ભાઈબંધીમાં ઉછીના નાણાં લેવું વકીલને ભારે પડ્યું, નેગોસીયેબલ કોર્ટે ફટકારી 1 વર્ષની સજા

મંતવ્ય ન્યૂઝ, 

ભાઈબંધીમાં ઉછીના 8.5 લાખ રૂપિયા મેળવીને આરોપીએ જુદાજુદા બે ચેક આપ્યા હતા. જે ચેક બાઉન્સ જતા ફરિયાદીએ આ મામલે નેગોસીયેબલ ઈંસ્તુમેન્ટ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે મામલે કોર્ટે આરોપીને દોષિત ગણીને 1 વર્ષની સજા ફટકારી છે.

કેસની સંપૂર્ણ વિગત એવી છે કે, ફરિયાદી હેમેન્દ્ર રાવલ અને આરોપી મો.અસફાક મલેક એકબીજાના સારા મિત્રો હતા. આરોપી અસફાક પોતે વકીલ છે. અને તેણે ફરિયાદી જોડેથી ભાઈબંધીમાં 8.5 લાખ રૂપિયા ઉછીનાં લીધા હતા. અને આરોપીએ ઉછીના નાણાં ટૂંક સમયમાં પરત કરવાની ખાતરી પણ આપી હતી. અને જેના માટે આરોપીએ ફરિયાદીને બે જુદાજુદા ચેકો પણ આપ્યા હતા. જે ચેકો બેંકમાં ભર્યા બાદ તે બાઉન્સ જતા ફરિયાદી હેમેન્દ્ર રાવલે આરોપી મો.અસફાક મલેકની સામે નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબની કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. અને આ મામલો ચેક રિટર્ન કેસના મેજિસ્ટ્રેટ આર.આર પટેલની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ આર.આર રાવલ દ્વારા દલીલો અને પુરાવા રજૂ થયા હતા. તો બીજી બાજુ બચાવ પક્ષ તરફથી પી.બી જાનીએ પોતાની દલીલો કોર્ટની સમક્ષ મૂકી હતી. કોર્ટે બંને પક્ષને સાંભળ્યા બાદ આરોપીને ચેક રિટર્ન કેસમાં દોષિત માનીને 1 વર્ષની સજા ફટકારી હતી.