Crime/ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે CNG રીક્ષાની ચોરી કરતા યુવકને ઝડપ્યો, 4 રીક્ષાઓ કરી કબજે

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક સીએનજી ઓટો રીક્ષા નો ચાલક પોતાના કબજાની રીક્ષા સેટેલાઈટ પકવાન ચાર રસ્તા તરફથી લઈને આવી રહ્યો છે.

Ahmedabad Gujarat
hiral photo અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે CNG રીક્ષાની ચોરી કરતા યુવકને ઝડપ્યો, 4 રીક્ષાઓ કરી કબજે

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક સીએનજી ઓટો રીક્ષા નો ચાલક પોતાના કબજાની રીક્ષા સેટેલાઈટ પકવાન ચાર રસ્તા તરફથી લઈને આવી રહ્યો છે. જે ઓટો રીક્ષા તેણે ચોરી કરી હોવાની આશંકા છે.

Ahmedabad: તાળા ચાવી રિપરિંગનાં નામે સોસાયટીમાં રેકી કરી ચોરી કરતો યુવક ઝડપાયો

બાતમીનાં આધારે પોલીસે રીક્ષા ચાલકને રોકી તપાસ કરતાં તેનું નામ અહેસાન અબદુલભાઇ શેક હોવાનું સામે આવ્યું. તેમજ તે મહેસાણાનાં વડનગરમાં હોવાનું ખુલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે તેની રીક્ષા કબજે કરી હતી, અને આરોપીની તપાસ કરતા તેણે અમદાવાદનાં નારોલ સેટેલાઈટ વેજલપુર અને આનંદ નગર વિસ્તારમાંથી રીક્ષાઓ ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

Ahmedabad: સરખેજ પોલીસે પકડેલી લાખોની નકલી નોટો MP થી આવી હોવાનું SOG ની તપાસમાં થયો ખુલાસો

આરોપીએ એક મહિના પહેલાં સોલા સિવિલ હોસ્પિટલ ગેટ પાસેથી પણ એ રીક્ષાની ચોરી કરી હતી, જે રીક્ષા પોતે સુભાષ બ્રિજ સર્કલ પાસે મૂકી હતી. તેમજ ત્રણ વર્ષ પહેલા મહેસાણા ખાતેથી એક મોટરસાયકલની ચોરી કરી અને તેને વિસનગરમાં મૂકી કેવી રીતે તેણે અલગ અલગ ઓટો રીક્ષા અને મોટરસાયકલની ચોરી કરી તેને ફેરવી અલગ-અલગ જગ્યાઓએ બિનવારસી હાલતમાં મૂકી દીધી હોવાનું કબૂલ્યું છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરી છે અને તેણે ચોરી કરેલા વાહનો અંગે વધુ વિગતો મેળવવા તજવીજ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ