Not Set/ પરપ્રાંતિયો મુદ્દે ઓબીસી એકતા મંચે યોજી PC, નીતિન પટેલ પર સાધ્યું નિશાન

અમદાવાદ, પરપ્રાંતિયો મુદ્દે ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર ઘેરાતા ઓબીસી એકતા મંચે પત્રકાર પરિષદ યોજી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પર નિશાન સાધ્યું હતું. પત્રકાર પરિષદ સંબોધતા ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે નીતિન પટેલ સીએમ બનાવા માટે પ્રાંતવાદ ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યા છે. ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ વતી નિવેદન આપતા […]

Ahmedabad Top Stories Gujarat
mantavya 223 પરપ્રાંતિયો મુદ્દે ઓબીસી એકતા મંચે યોજી PC, નીતિન પટેલ પર સાધ્યું નિશાન

અમદાવાદ,

પરપ્રાંતિયો મુદ્દે ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર ઘેરાતા ઓબીસી એકતા મંચે પત્રકાર પરિષદ યોજી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પર નિશાન સાધ્યું હતું.

પત્રકાર પરિષદ સંબોધતા ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે નીતિન પટેલ સીએમ બનાવા માટે પ્રાંતવાદ ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યા છે.

ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ વતી નિવેદન આપતા મુકેશ ભરવાડે કહ્યું હતું કે, પ્રરપ્રાંતિયોને રોકવા માટે સરકારે રાહત કેમ્પો શરૂ કરવા જોઈએ. આ માટે અમે સરકારને આજ સાંજ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ. સરકારે તેમના રોકવા માટે કોઈ પગલાં ભર્યા નથી. આ લોકો પાકિસ્તાનના નહીં પરંતુ ભારત દેશના નાગિરકો છે. તમામને અહીં રહેવાનો અધિકાર છે.

તો બીજી બાજુ કોગ્રેસના ધારાસભ્ય ધવલસિંહે ઝાલાએ પણ નીતિન પટેલે પર આક્ષેપ કરતા જણાવ્યુ કે, ગુજરાતમાં મેડિકલના પ્રવેશમાં પરપ્રાંતિય વિદ્યાર્થીઓના વિરોધમાં પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા ડોમિસાઈલ સર્ટિફિકેટને લઈ જે આંદોલન ચલાવવામાં આવ્યુ હતુ તે નીતિન પટેલ સમર્થિત હતુ અને તે બોર્ડમાં તમામ જગ્યાઓએ નીતિન પટેલના ફોટાઓ પણ હતા અને હવે નીતિન પટેલ પરપ્રાંતિયો મુદ્દે રાજકીય રોટલો શેકી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના પોલીસ અધિકારી કહી રહ્યા છે કે પરપ્રાંતિયો તહેવારના કારણે વતન જઈ રહ્યા છે તો નીતિન પટેલ કેમ તેને અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસનું કાવતરૂ કહી રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિજય રૂપાણીને હટાવીને મુખ્યમંત્રી બનવા માગે છે. આ માટે તેઓ બધી તૈયારી કરી રહ્યા છે. આ માટે જ અમને અને ઠાકોર સેનાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ડીજીપીથી લઈને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જ્યારે એવું કહી રહ્યા છે કે યુપી અને બિહારમાં તહેવાર હોવાને કારણે મજૂરો સ્થળાંતર કરી રહ્યા છે તો ફક્ત એકલા નીતિન પટેલને જ કેમ એવું લાગે છે કે તેમને ભગાડવામાં આવી રહ્યા છે.?

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નીતિન પટેલના બચાવમાં આવ્યા. સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, આઝાદી પછી કોમવાદ, નાત જાત પર રાજકારણ કરવું કોંગ્રેસની નીતિ રહી છે. પોલીસ તપાસમાં કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોના નામ ખુલ્યા છે.

17 મી સપ્ટેમ્બરે બહુચરાજી ખાતે અલ્પેશ ઠાકોરે ભાષણ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે કંપનીઓના દરવાજા તૂટશે. હું લાકડી લઈશ, ત્યારે મારા લોકો તલવાર લઈને નીકળશે. તેના આવા નિવેદન પછી પરિસ્થિતિ વણસી છે. નીતિન પટેલ પર કરાયેલા  આક્ષેપોને ભૂપેન્દ્રસિંહે  વખોડ્યા સાથે જ ગુજરાતવાસીઓને તેમણે નવરાત્રિની શુભકામના પણ પાઠવી હતી.