Not Set/ કોરોનાની પ્રથમ વેક્સીન 13 જાન્યુઆરીએ અપાઈ શકે છે : કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે એક જાહેર નિવેદન આપ્યું છે કે ભારતમાં કોરોના વાયરસની પ્રથમ વેક્સીન 13 જાન્યુઆરીએ આપવામાં આવી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે

Top Stories India
1

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે એક જાહેર નિવેદન આપ્યું છે કે ભારતમાં કોરોના વાયરસની પ્રથમ વેક્સીન 13 જાન્યુઆરીએ આપવામાં આવી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વેક્સીનેશન માટે સેશન વેચવાની પૂરી પ્રક્રિયા ઇલેક્ટ્રોનિકલી હશે. કોરોના વેક્સિનેશનનો લાભ લેનારના ડેટા તે ડિજિટલી રેકોર્ડ કરવામાં આવશે અને તેને બીજો ડોઝ લેવા ક્યારે આવવું તેની જાણકારી પણ ડિજિટલી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Scores of coronavirus vaccines are in competition — how will scientists choose the best?

ED raids / આજે સતત બીજા દિવસે IT વિભાગના અધિકારીઓના રોબર્ટ વાડ્રાના ઘરે…

વેક્સીન લેવાથી તેની કોઈ કોઈ ખરાબ અસર થાય તો તેના સમયસર જાણકારી મળી રહે તે માટે કોવિન વેક્સીન ડિલિવરી મેનેજમેન્ટ સિસ્ટમ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે કોવિન પ્લેટફોર્મ આપણે ભારતમાં બનાવ્યું છે પણ આ વિશ્વ માટે પણ છે. જે પણ દેશ તેનો ઉપયોગ કરવા માંગશે ભારત સરકાર તેમની મદદ કરશે. તેમણે કહ્યું કે હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને કોવિન પ્લેટફોર્મ (વેક્સીનેશ માટે) પર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરત રહેશે નહીં. તેમનો ડેટા પહેલા જ રેકોર્ડ કરવામાં આવી ચૂક્યો છે. તેમણે કહ્યું કે કરનાલ, મુંબઈ, ચેન્નઈ એને કોલકાતામાં સ્થિત GMSD નામક 4 પ્રાથમિક વેક્સીન સ્ટોર છે અને દેશમાં 37 વેક્સીન સ્ટોર છે. તે વેક્સીનને જથ્થાબંધ સંગ્રહીત કરે છે અને આગળ વિતરણ વ્યવસ્થા સંભાળે છે.

Coronavirus vaccine: why it's important to know what's in the placebo

Political / ચૂંટણી પૂર્વે ટીએમસીને વધુ એક ઝટકો, હવે આ મંત્રીએ આપ્યું રાજ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…