Ahmedabad News : અમદાવાદમાં DCP ઝોન-6 દ્વારા NDPS ના આરોપીઓ ના ત્યાં ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.જેમાં ઝોન-6 LCB એ નાર્કોટિક્સ ડિટેક્શન માટે ખાસ તાલીમ લીધેલા સ્નિફર ડોગ ની મદદ લીધી હતી.આ ડ્રાઈવ દરમિયાન સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 115 થી વધારે આરોપીઓના ત્યાં તપાસ કરવામાં આવી હતી.
આ ડોગ ઘરમાં તથા આસપાસ છુપાયેલા નશીલા પદાર્થોના જથ્થાને શોધવામાં સક્ષમ છે.ઝોન-6 LCB તથા સાત પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે મળીને ખાસ ટીમ બનાવી છે.પોલીસે NDPS ના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડવા ખાસ સ્નિફર ડોગ સાથે ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું.

