Not Set/ અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન માટે પોલીંગ સ્ટેશન અને સુરક્ષા વ્યવસ્થા સઘન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગુરુવારે 14મી ડિસેમ્બરે યોજાવાનું છે. 93 વિધાનસભા બેઠક માટે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન યોજાવાનું છે ત્યારે તેની સંપૂર્ણ તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. બીજા તબક્કાના મતદાન માટે તમામ પોલીંગ સ્ટેશન ખાતે સુરક્ષા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. મતદારોને કોઇ તકલીફ ના પડે […]

Uncategorized
an election officer checks an electronic voting machine evm a distribution centre 1492589212170 અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન માટે પોલીંગ સ્ટેશન અને સુરક્ષા વ્યવસ્થા સઘન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગુરુવારે 14મી ડિસેમ્બરે યોજાવાનું છે. 93 વિધાનસભા બેઠક માટે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન યોજાવાનું છે ત્યારે તેની સંપૂર્ણ તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. બીજા તબક્કાના મતદાન માટે તમામ પોલીંગ સ્ટેશન ખાતે સુરક્ષા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. મતદારોને કોઇ તકલીફ ના પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાની વાત કરીએ તો અહીં 21 વિધાનસભા બેઠક માટે મતદાન થવાનું છે. તંત્રની સાથે રાજકીય પક્ષો દ્વારા પણ તેમના સમર્થનમાં વધુ મતદાન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર સહિત જિલ્લામાં કુલ પાંચ હજાર એકાવન પોલીંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. સૌથી વધુ પોલીંગ સ્ટેશન અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠક માટે બનાવાયા છે જેમની સંખ્યા 361 છે અને સૌથી ઓછા પોલીંગ સ્ટેશન દરિયાપુર વિધાનસભા બેઠક માટે 183 છે. પાટીદારોની બહુમતીવાળા નિકોલ વિધાનસભા વિસ્તારમાં 234 પોલીંગ સ્ટેશન પર વોટીંગ થશે.