Gujarat election 2022/ અમદાવાદે ગુજરાતને ચાર મુખ્યપ્રધાન આપ્યા

અમદાવાદ શહેરે અત્યાર સુધીમાં ગુજરાતને સૌથી વધુ ચાર સીએમ આપ્યા છે. અમદાવાદની જ કોઈ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા સીએમ હોય તો તે બાબુભાઈ જશભાઈ પટેલ હતા

Top Stories Gujarat
gujarat cm 650 091221103911 અમદાવાદે ગુજરાતને ચાર મુખ્યપ્રધાન આપ્યા
  •  ગુજરાતના સૌપ્રથમ સીએમ જીવરાજ મહેતા અમરેલી બેઠક પરથી ચૂંટાયા હતા
  • વિજય રૂપાણી અને મોદી રાજકોટ બેઠક પરથી ચૂંટાયા હતા
  • મોદી મણિનગરમાંથી ત્રણ વખત ચૂંટાયા
  • આનંદીબેન ઘાટલોડિયામાંથી અને ભુપેન્દ્રભાઈ પણ ત્યાંથી જ ચૂંટાયા

Gujarat election 2022માં અમદાવાદ જિલ્લાનો (Ahmedabad district) વિધાનસભા મતવિસ્તાર સમગ્ર રાજ્યમાં સૌથી મોટો છે. તેમા કુલ 21 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરે અત્યાર સુધીમાં ગુજરાતને સૌથી વધુ ચાર સીએમ (CM)આપ્યા છે. અમદાવાદની જ કોઈ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા સીએમ હોય તો તે બાબુભાઈ જશભાઈ પટેલ (Babubhai Jashbhai Patel) હતા. તેઓ એપ્રિલ 1977માં સાબરમતીની બેઠક પરથી ચૂંટાઈને સીએમ બન્યા હતા.

તેના પછી અમદાવાદમાંથી સીએમ બન્યા હોય તો તે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi) હતા. સૌથી પહેલા રાજકોટમાંથી ચૂંટાયા પછી નરેન્દ્ર મોદી અમદાવાદમાં મણિનગર ખાતેથી ત્રણ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. આમ અમદાવાદે રાજ્યને સીએમ તો દેશને પીએમ આપ્યા છે. મોદી પછી મુખ્યપ્રધાન પદે આવેલા આનંદીબેન પટેલ (Anandiben Patel)  ઘાટલોડિયા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા.  તેમણે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ પટેલને એક લાખ કરતાં વધુ મતથી હરાવ્યા હતા.

વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ (Bhupendra patel) પણ ઘાટલોડિયા (Ghatlodiya) મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે અને ત્યાં જ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. તેઓ ભાજપ જીતે તો ભાવિ મુખ્યપ્રધાન પણ છે. ભુપેન્દ્ર પટેલ પણ આ જ બેઠક કરતાં લાખ કરતાં વધુ મતથી જીત્યા હતા.

1960માં ગુજરાતની રચના થયા બાદ જીવરાજ મહેતા રાજ્યના પહેલા મુખ્યમંત્રી બન્યાં હતા. 1962ની સાલમાં જીવરાજ મહેતા અમરેલીમા ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ બળવંતરાય મહેતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી બન્યાં હતા. 1962ની ચૂંટણીમાં ઓલપાડ બેઠક પરથી ચૂંટણી જીતનાર હિતેન્દ્ર દેસાઈ 1965થી 1971 સુધી રાજ્યના સીએમ રહ્યાં હતા.

1972ની ચૂંટણી જીતનાર ઘનશ્યામ ઓઝા એક વર્ષ સીએમ રહ્યાં હતા. તેના બીજા વર્ષે એટલે કે 1973માં ચીમનભાઈ પટેલ રાજ્યના 207 દિવસ માટે સીએમ બન્યાં હતા. ત્યાર બાદ 1975માં ગુજરાત પણ ઈમરજન્સી હેઠળ આવ્યું હતું. 1976-77માં માધવસિંહ સોલંકી ભાદરણ બેઠક પરથી ચૂંટાઈને 107 દિવસ સુધી સીએમ બન્યાં હતા.

એપ્રિલ 1977ની સાલમાં સાબરમતી બેઠકના ધારાસભ્ય બાબુ મુખ્યમંત્રી બન્યાં હતા. 1985ની સાલમાં વ્યારામાંથી ચૂંટણી જીતનાર અમરસિંહ ચાર વર્ષ સુધી સીએમ બન્યાં હતા પરંતુ 1989ની સાલમાં માધવસિંહ સોલંકી તેમને સ્થાને મુખ્યમંત્રી બન્યાં હતા. ત્યાર બાદ મહુવાના ધારાસભ્ય છબીલદાસ સીએમ બન્યાં હતા. 1995ની સાલમાં વિસાવદરના ધારાસભ્ય કેશુભાઈ પટેલ 221 દિવસ સુધી સીએમ બન્યાં હતા.

જોકે પછીના વર્ષે સુરેશ મહેતાએ સીએમનો હોદ્દો ગ્રહણ કર્યો હતો. ખજુરાઓ વિવાદ વાદ રાધનપુરમાંથી ચૂંટાયેલા શંકરસિંહ વાઘેલા 1996ની સાલમાં મુખ્યમંત્રી બન્યાં હતા. 1997ની સાલમાં દિલિપ પરીખ મુખ્યમંત્રી બન્યાં હતા. 1998ની સાલમાં ફરી વાર કેશુભાઈ પટેલ સીએમ બન્યાં હતા. 2001ની સાલમાં કચ્છમાં આવેલા મહાવિનાશક ભૂકંપ બાદ કેશભાઈએ સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેમને સ્થાન નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ બન્યાં હતા. મોદી સૌથી પહેલી વાર રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટાઈને સીએમ બન્યાં હતા. ત્યાર બાદ 2002, 2007 અને 2012માં અમદાવાદની મણીનગર બેઠક પરથી ચૂંટાઈને મોદી ત્રણ વાર સીએમ બન્યાં હતા.

આ પણ વાંચો

Gujarat Election 2022/ અમદાવાદ દરિયાપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે પેડલ રીક્ષામાં જઈને ભર્યુ ફોર્મ

Gujarat Election 2022/ લગભગ 50 ટકાએ પહોંચેલો ભાજપનો વોટશેર વધશે કે ઘટશે?