Not Set/ ભાનુશાળીના નિવાસ પર ચુસ્ત બંદોબસ્ત, આવતીકાલે નરોડામાં નિકળશે અંતિમયાત્રા

અમદાવાદ, અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારી હત્યા કરી દેવાતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. જેની જાણ પરિવાર સહિત લોકોમાં થતાં જેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. હત્યાના પગલે ભાનુશાળીના અમદાવાદના નરોડા સ્થિત નિવાસસ્થાને લોકોની ભારે ભીડ ઉમટી હતી તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તેઓના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી […]

Ahmedabad Top Stories Gujarat
mantavya 154 ભાનુશાળીના નિવાસ પર ચુસ્ત બંદોબસ્ત, આવતીકાલે નરોડામાં નિકળશે અંતિમયાત્રા

અમદાવાદ,

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારી હત્યા કરી દેવાતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. જેની જાણ પરિવાર સહિત લોકોમાં થતાં જેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. હત્યાના પગલે ભાનુશાળીના અમદાવાદના નરોડા સ્થિત નિવાસસ્થાને લોકોની ભારે ભીડ ઉમટી હતી

તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તેઓના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ઉપરાંત આવતીકાલે સવારે 10 કલાકે તેઓની અંતિમયાત્રા નરોડા સ્થિત નિવાસસ્થાનેથી નિકળશે.

ભાનુશાળીના પરિવારજનોના ગંભીર આક્ષેપ

સોમવારે રાત્રે ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી હતી. પૂર્વ એમએલએ ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો. માલિયા પાસે અજાણ્યા માણસોએ એસી કોચમાં ઘૂસીને તેમની પર અંધાધુંધ ગોળી ચલાવી હતી. ગોળી આંખમાં અને છાતીમાં વાગી જતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

હત્યામાં છબીલ પટેલનો હાથ?

જયંતિ ભાનુશાળીના ભાઈ શુંભુ ભાનુશાળીએ ગંભીર આક્ષેપ કરતા છબીલ પટેલનું નામ લીધુ છે. તેમને છબીલ પટેલ સહિત 4થી 5 લોકો પર હત્યાની શંકા વ્યક્ત કરી છે. આ સાથે જ ભાનુશાળીના પરિવારજનો તેમજ તેમની પત્નીએ છબીલ પટેલે હત્યા કરાવી હોવાનો આરોપ મૂક્યો છે.

જયંતિ ભાનુશાળીના પત્નીએ કહ્યું કે,’છબિલ પટેલે અગાઉ પણ મારા પતિ પર આક્ષેપો કર્યા હતા, મારા પતિની હત્યા કરાવી તે વિદેશ જતો રહ્યો છે, સોપારી આપીને છબીલ પટેલે જ હત્યા કરાવી છે’.

જયંતિ ભાનુશાળીના ભાઈએ કહ્યુ કે, મારા ભાઈ જયંતિ ભાનુશાળીની રાજકીય હત્યા કરવામાં આવી છે. પહેલો ભાઈ (છબિલ પટેલ) પહેલાથી જ કહેતો હતો. તેણે મારા ભાઈને પહેલા બે વખત છોકરીઓને કેસમાં ફસાવ્યો છે.

એમાં સફળ ન રહેતા બીજા બે-ત્રણ કાવતરાં કર્યા હતા. તે કહેતો હતો કે હું રાજકારણમાંથી જયંતિ ભાનુશાશીનો ‘ર’ જ કાઢી નાખીશ. છબિલ પટેલે પોતાના સાગરિતો રાખ્યા છે. તેમણે અમારી સાથે કહેવા પૂરતું સમાધાન કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે હું જયંતિભાઈને મૂકીશ નહીં. તેમણે માણસો રાખીને હત્યા કરાવી છે. હજી અમારા ઘર પર ફાયરિંગ કરશે તેવો અમને ડર છે. કારણ કે તે કહી ચુક્યો છે કે હું મૂકીશ નહીં.