Ahmedabad/ ઉડતા પંજાબની રાહે દોડતું અમદાવાદ, 1.70 લાખનો એમ.ડી ડ્રગ્સ ઝડપાયો

ઉડતા પંજાબની રાહે દોડતું અમદાવાદ, 1.70 લાખનો એમ.ડી ડ્રગ્સ ઝડપાયો

Ahmedabad Gujarat

@રીઝવાન શેખ, અમદાવાદ

શાહિદ કપૂરની ફિલ્મ ઉડતા પંજાબમાં જેમ નશાખોરીનું આખું નેટવર્ક દેખાડ્યું હતું. તેવું જ એક નેટવર્ક વાસ્તવિક રીતે દેશમાં અનેક જગ્યાએ અસ્તિત્વમાં છે. નશાખોરો પોતાના રોટલા શેકવા માટે નવા નિશાળિયા છોકરાઓને પોતાનો ટાર્ગેટ બનાવી રહ્યા છે. અને પ્રતિબંધિત નશાની વસ્તુઓની લત પર તેમને ચડાવીને તેમના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરી રહ્યા છે.

લોકલ પોલીસ, એન.સી.બી, ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ જેવી એજન્સીઓ નશાખોરોના નેટવર્ક ને તોડી પાડવા માટે તેમણે કમર પણ કસી છે. અને પોતાના બાતમીદારોને એલર્ટ કરીને નશાખોરોને પકડવા માટે એક ઓપરેશન પણ હાથ ધર્યું છે. જેમાં તેમને મોટાભાગે સફળતા પણ મળી છે. પરંતુ, હજી પણ બંધ બારણે પ્રતિબંધિત નશાની વસ્તુઓ વેચાઈ રહી છે. જેનો સીધો ઉદાહરણ ગઈ કાલે અમદાવાદમાં જોવા મળ્યો હતો.

અમદાવાદના પટવા શેરી માં સ્થાનિક કારંજ પોલીસએ જાન સાહેબની ગલીમાં ખાનગી બાતમી ના આધારે દરોડા પાડ્યા હતા.  કારંજના પીએસઆઈ એમ.એ.ઠાકોર અને તેમની ટીમે મોઈન ખાન ઉર્ફે પાપા મુસ્તાક ખાન પઠાણ ની અટકાયત કરીને તેની શારીરિક ચકાસણી કરતા તેના પાસેથી વાઇટ પાવડર જેવો પ્રતિબંધિત ૧૭ ગ્રામ એમ.ડી ડ્રગસની પડિકી મળી આવી હતી. સાથે જ તેના પાસેથી એક વિવો કંપનીનો મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો.

પોલીસે ડ્રગ્સ મામલે મોઈન ખાન જોડે પૂછપરછ કરતા કે આ ડ્રગસ  તે ક્યાંથી લાવ્યો છે. તો તેના જવાબમાં મોઈન ખાને પોલીસને એવું જણાવ્યું હતું કે શાહ આલમ વિસ્તારમાં રહેતા મુજીબ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો.

કારંજ પોલીસે મોઈન ખાન અને મુજીબ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ  ૧૭ ગ્રામ પ્રતિબંધિત પાવડર એમ.ડી. ડ્રગસ  જેની બજારકિંમત ૧,૭૦ લાખની છે અને એક વિવો નો મોબાઈલ ફોન આમ કુલ ૧,૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…