Not Set/ video: મેઘા પાટકરને હાર્દિકના સમર્થકોએ અટકાવ્યા, નર્મદા વિરોધી પાછા જાવના લાગ્યા નારા

અમદાવાદ, આજે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો 8મો દિવસ છે. ત્યારે તેના ઉપવાસના સમર્થનમાં નર્મદા ડેમની ઉંચાઈ વધારાનો વિરોધ કરનાર મેધા પાટકર હાર્દિકના ઘરે આવી પહોંચ્યા હતા. મેઘા પાટકર આવતા ગ્રીનવુડના ગેટ પાસે હાર્દિકના સમર્થકોએ ખેડૂત વિરોધી અને નર્મદા વિરોધી વાપસ જાઓના નારા લગાવીને મેઘાનો વિરોધ કર્યો હતો. ઉપરાંત હાર્દિકના સાથી મનોજ પનારા બે હાથ જોડીને […]

Ahmedabad Top Stories Videos
34a290bb 8b6c 436d b1cd 6c79f1801ac2 5 video: મેઘા પાટકરને હાર્દિકના સમર્થકોએ અટકાવ્યા, નર્મદા વિરોધી પાછા જાવના લાગ્યા નારા

અમદાવાદ,

આજે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો 8મો દિવસ છે. ત્યારે તેના ઉપવાસના સમર્થનમાં નર્મદા ડેમની ઉંચાઈ વધારાનો વિરોધ કરનાર મેધા પાટકર હાર્દિકના ઘરે આવી પહોંચ્યા હતા.

મેઘા પાટકર આવતા ગ્રીનવુડના ગેટ પાસે હાર્દિકના સમર્થકોએ ખેડૂત વિરોધી અને નર્મદા વિરોધી વાપસ જાઓના નારા લગાવીને મેઘાનો વિરોધ કર્યો હતો. ઉપરાંત હાર્દિકના સાથી મનોજ પનારા બે હાથ જોડીને મેઘા પાટકરને રવાના થઈ જવાની વિનંતી કરી હતી.

જે ગુજરાતમાં સમૃદ્ધ લોકો, રોડ બનાવવા માટે કે શહેરમાં ફ્લાય ઓવર બનાવવા માટે જમીનનો એક ટુકડો આપવા તૈયાર નથી થતા પણ ‘વિકાસ’ માટે હજ્જારો આદિવાસીઓને બેઘર કરી દઇએ છીએ અને એ આદિવાસીઓ માટે લડતા લોકોને ગુજરાત વિરોધી કહી છીએ.

હાર્દિક પટેલ તેના સમાજના હક્કો માટે લડે છે તો મેધા પાટકર વર્ષોથી કચડાયેલા અને વધારે ગરીબ લોકો માટે લડે છે. એક સમાજના હક્ક માટે લડતો લડવૈયો બીજા લડવૈયાને મળે પણ નહીં ? સૌજન્ય ખાતર પણ નહીં ? ગુજરાતના જાહેર જીવનમાં વર્ષોથી ચાલી આવતી વૈચારિક દરિદ્રતા અને પ્રતિબદ્ધતાનું હાર્દિક પટેલ વધુ એક મહોરું છે.

એક તરફ ગરીબો, વંચિતો અને શોષિતોના હક્કોની વાત કરવી અને બીજી તરફ ગણતરી પૂર્વક, શોષિતો માટે લડતા મેધા પાટકરને ન મળવુ એ વાત સરેરાશ માણસના મગજમાં ઉતરે એવી નથી. બલ્કે, જાહેર જીવનમાં સક્રિય એવા નેતાની સમાજનાં ગરીબો પ્રત્યે જોવાના તેની દ્રષ્ટિની સમજ આપે છે.

સરકારની ટીકા કરતી વખતે હાર્દિક પટેલ વારંવાર એવુ કહે છે કે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ છાએ પણ જો તમે નહીં માનો તો અમને ભગતસિંહના રસ્તે પણ ચાલતા આવડે છે.

હાર્દિકની આ વાત પરથી એટલુ અર્થઘટન કરી શકાય કે, તેણે ગાંધીજી અંહિસક અને ભગતસિંહને હિંસક એમ બે ચોકઠામાં ગોઠવ્યા લાગે છે. કેમ કે, જે નેતા જ્ઞાતિના ચોકઠામાં ફીટ બેસતો હોય તેના પ્રત્યે બીજી અપેક્ષા ન રાખી શકાય. મેઘા પાટકરે ગ્રીનવુડ ગેટ પાસે જણાવ્યું હતું કે, હાર્દિકના ઉપવાસ અંગે મને કંઈ જાણ નથી. કારણ કે છેલ્લા 10 દિવસથી હું કેરળમાં હતી.