Not Set/ અમદાવાદ-રાજકોટ હાઈસ્પીડ ટ્રેનનો હેલિકોપ્ટરથી કરાશે સર્વે

હાઈસ્પીડ ટ્રેનનો હેલિકોપ્ટરથી કરાશે સર્વે એલિવેટેડ રૂટ માટે પ્રથમવાર હવાઈ સર્વે રાજ્ય-કેન્દ્રના જોઈન્ટ વેન્ચર કંપની દ્વારા પ્રોજેક્ટ 22 કરોડના ખર્ચે હાઈસ્પીડ ટ્રેન દોડાવાશે અમદાવાદ અને રાજકોટ વચ્ચે 22 હજાર કરોડના ખર્ચે હાઇસ્પીડ ટ્રેન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ હાઇસ્પીડ ટ્રેન માટે નો સર્વે હેલીકોપ્ટર દ્વારા કરવામાં આવશે. હાઇસ્પીડ ટ્રેનની કામગીરી માટેના આ પ્રોજેક્ટનો […]

Rajkot Gujarat
helicopter અમદાવાદ-રાજકોટ હાઈસ્પીડ ટ્રેનનો હેલિકોપ્ટરથી કરાશે સર્વે
  • હાઈસ્પીડ ટ્રેનનો હેલિકોપ્ટરથી કરાશે સર્વે
  • એલિવેટેડ રૂટ માટે પ્રથમવાર હવાઈ સર્વે
  • રાજ્ય-કેન્દ્રના જોઈન્ટ વેન્ચર કંપની દ્વારા પ્રોજેક્ટ
  • 22 કરોડના ખર્ચે હાઈસ્પીડ ટ્રેન દોડાવાશે

અમદાવાદ અને રાજકોટ વચ્ચે 22 હજાર કરોડના ખર્ચે હાઇસ્પીડ ટ્રેન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ હાઇસ્પીડ ટ્રેન માટે નો સર્વે હેલીકોપ્ટર દ્વારા કરવામાં આવશે. હાઇસ્પીડ ટ્રેનની કામગીરી માટેના આ પ્રોજેક્ટનો એલિવેટેડ રૂટ નક્કી કરવા માટે પ્રથમવાર એરિયલ સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ઇન્ટરનેશનલ એજન્સીને રોકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા થોડા સમય અગાઉ અમદાવાદ- રાજકોટ વચ્ચે હાઇસ્પીડ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે સરકાર આ પ્રોજેક્ટ ઉપર આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટની કામગીરી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયના જોઇન્ટ વેન્ચર જી-રાઇડ કંપની દ્વારા કરવામાં આવી રહી છે.

રાજકોટ અને અમદાવાદ વચ્ચે વર્ષે 50 લાખ લોકો મુસાફરી કરે છે. હાલનો અમદાવાદ- રાજકોટનો જે એક્સપ્રેસ હાઇવે છે તેને સમાંતર જ હાઇસ્પીડ ટ્રેનનો ટ્રેક રાખવાની વિચારણા ચાલી રહી છે. જેથી 220 કિલોમીટરના આ હાઇવેનો હેલિકોપ્ટર દ્વારા સર્વે કરવામાં આવશે.

જમીન સંપાદનમાં સમય વ્યતિત ન થાય તે માટે હાલના એક્સપ્રેસ હાઇવેને સમાંતર એલિવેટેડ ટ્રેકનો વિકલ્પ વિચારવામાં આવ્યો છે. આ તમામ બાબતો અંગે એરિયલ સર્વેનો રીપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.