અમદાવાદ/ સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય

ફૂટ ઓવર બ્રિજ અને મેટ્રો બ્રિજના કારણે પાણીનો પ્રવાહ પણ રોકવામાં આવી રહ્યો છે.  જેના કારણે પાણી સ્થિર થયું છે અને ગંદકીમાં વધારો થઈ રહ્યો છે.

Mantavya Exclusive
mamata 3 સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય

ભારત સરકાર અને રાજ્ય સરકાર એક તરફ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે બીજી તરફ અમદાવાદની સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કરોડોના ખર્ચા બાદ પણ દૂષિત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો ઓક્સિજનના અભાવે અનેક માછલીઓના આ નદીમાં મોત નિપજ્યા છે.

mamata 4 સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય

એક સમય હતો જ્યારે અમદાવાદની સાબરમતી નદી સૂકીભટ્ટ હતી. અહીં બાળકો ક્રિકેટ રમતા અને સર્કસના ખેલ યોજાતા પરંતુ રિવરફ્રન્ટ બન્યા બાદ અહીંયા નદી બે કાંઠે વહેતી થઈ પરંતુ તેની યોગ્ય જાળવણી નહીં થવાના કારણે અહીંયા અવારનવાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અગાઉ અનેક વખત સ્વચ્છતા અભિયાનનો યોજાયા તેમ છતાં પણ હાલ ગંદકી જોવા મળી રહી છે. તો કરોડો નો ખર્ચો કરીને નદીને શુદ્ધ કરવાનું મશીન ખરીદવામાં આવ્યું છે તેમ છતાં પણ નદી ની હાલત ખસતા જોવા મળી રહી છે.

mamata 5 સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય

સાબરમતીમાં કેટલીક જગ્યાએ ગંદકી તો કેટલીક જગ્યાએ પાણીમાં લીલ જામી ગઈ છે તો અધૂરામાં પૂરું ચંદ્ર ભાગ નદીનું દૂષિત પાણી પણ સાબરમતીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે પાણીમાં ઓક્સિજન નું પ્રમાણ સતત ઘટી રહ્યું છે જેથી માછલીઓના પણ મોત નીપજી રહ્યા છે. એક તરફ રિવરફ્રન્ટમાં વૉટર સ્પોર્ટ એક્ટિવિટી વિકસાવવાના અલગ-અલગ પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ પાણીમાંથી ગંધ આવતા લોકો નદીની નજીક જવાનું પણ પસંદ કરતાં નથી. તો ફૂટ ઓવર બ્રિજ અને મેટ્રો બ્રિજના કારણે પાણીનો પ્રવાહ પણ રોકવામાં આવી રહ્યો છે.  જેના કારણે પાણી સ્થિર થયું છે અને ગંદકીમાં વધારો થઈ રહ્યો છે.

National / પૂર્વ IAS ઓફિસર અમિત ખરેની વડાપ્રધાનના સલાહકાર તરીકે નિમણૂક, તેમના વિશે જાણો

શાહરૂખનો રાજકુમાર જેલમાં પરેશાન / આર્યનના ગાળાની નીચે નથી ઉતરી રહી જેલની રોટલીઓ, શૌચક્રિયાઓ પણ બંધ

ધર્મની બેડીઓ તૂટી / અહીં પંચાયતે મુસ્લિમ યુવાનને મંદિરમાં પૂજા કરવાની આપી મંજૂરી