Ahmedabad News: અમદાવાદ શહેરમાં ફરી એકવાર દીપડો (SG Highway Leopard) જોવા મળ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. શહેરના વ્યસ્ત ગણાતા SG હાઈવે પર આવેલા એક કેફે નજીક દીપડાના પંજાના નિશાન જોવા મળ્યાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં આશ્ચર્ય અને કુતૂહલનો માહોલ સર્જાયો છે. જોકે, આ પંજાના નિશાન ખરેખર દીપડાના જ છે કે અન્ય કોઈ પ્રાણીના છે તે અંગે હજુ સુધી વન વિભાગ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
કેફે નજીક જોવા મળ્યા પંજાના નિશાન
મળતી માહિતી મુજબ SG હાઈવે પર આવેલા એક કેફે નજીક જમીન પર કેટલાક પંજાના નિશાન જોવા મળ્યા હતા. આ બાબત સામે આવતા સ્થાનિકો અને કેફે સંચાલકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વન વિભાગની ટીમને જાણ થતાં અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી છે.
SG Highway Leopard: વન વિભાગ દ્વારા તપાસ શરૂ
વન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર મળેલા નિશાનોની તપાસ કરવામાં આવી રહી છે. પંજાના નિશાનના સેમ્પલ અને આસપાસના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.હાલમાં વન વિભાગ તરફથી કોઈ અંતિમ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
અગાઉ પણ અમદાવાદમાં જોવા મળ્યો હતો દીપડો
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અગાઉ પણ દીપડાની હાજરીને લઈને ચિંતા જોવા મળી હતી. બોપલ-ઘુમા જેવા રહેણાંક વિસ્તારમાં દીપડો (SG Highway Leopard) દેખાયા બાદ ચાંદખેડા અને એસપી રિંગ રોડ વિસ્તારમાં પણ દીપડો (SG Highway Leopard) દેખાયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.આ ઘટનાઓ બાદ હવે SG હાઈવે પર પંજાના નિશાન મળ્યાની ચર્ચાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
લોકોમાં વધી કુતૂહલ
SG હાઈવે અમદાવાદનો સૌથી વ્યસ્ત અને પોશ વિસ્તાર ગણાય છે. આવા વિસ્તારમાં દીપડા જેવા વન્યજીવની હાજરીની શક્યતાએ લોકોમાં ચિંતા સાથે કુતૂહલ પણ વધાર્યું છે.હવે વન વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ પંજાના નિશાન ખરેખર દીપડાના છે કે નહીં.
આ પણ વાંચો:અમદાવાદમાં ફરી દેખાયો દીપડો, જાણો કયા વિસ્તારમાં જોવા મળ્યા ફૂટપ્રિન્ટ
આ પણ વાંચો:અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડાની એન્ટ્રી, શરણદીપ સોસાયટીમાં ઘૂસતા લોકોમાં ભય
