Not Set/ અમદાવાદનાં પથ્થરમારા વિશે થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, આવી રીતે થયું હતું પ્લાનીંગ

અમદાવાદનાં શાહઆલમમાં થયેલા પથ્થરમારાનાં મામલે મોટા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને હિંસક દેખાવો મામલે ષડયંત્રના પુરાવા મળ્યાં છે. હુમલાખોરોએ 18મીની રાત્રે બેઠક કરી હતી તેવું તપાસમાં સામે આવી રહ્યું છે, જેના પુરાવા પણ સાપડ્યા છે. 18મીએ આ બેઠક મુફિસ અહેમદ અને શહેઝાદેની આગેવાનીમાં યોજવવામાં આવી હતી. આરોપીઓ દ્વારા વોટ્સઅપમાં MS નામનું […]

Top Stories Ahmedabad Gujarat
pjimage 12 અમદાવાદનાં પથ્થરમારા વિશે થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, આવી રીતે થયું હતું પ્લાનીંગ

અમદાવાદનાં શાહઆલમમાં થયેલા પથ્થરમારાનાં મામલે મોટા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને હિંસક દેખાવો મામલે ષડયંત્રના પુરાવા મળ્યાં છે. હુમલાખોરોએ 18મીની રાત્રે બેઠક કરી હતી તેવું તપાસમાં સામે આવી રહ્યું છે, જેના પુરાવા પણ સાપડ્યા છે. 18મીએ આ બેઠક મુફિસ અહેમદ અને શહેઝાદેની આગેવાનીમાં યોજવવામાં આવી હતી.

આરોપીઓ દ્વારા વોટ્સઅપમાં MS નામનું વોટ્સઅપ ગ્રુપ બન્યું હતું. ગૃપમાં અલગ અલગ લોકોને જવાબદારી સોંપાઇ હતી. પથ્થરો પણ ભેગા કરાયા હતા. શાહઆલમ બહારથી માણસો બોલાવાયા હતા. મિલ્લતનગર નજીક ધાર્મિક સ્થળમાં બેઠક કરી  હોવાનો ઘટસ્ફોટ થયો છે.  તો આ ઉપરાંત CCTV ના DVR સાથે પણ ચેડાં થયા હોવાની વિગતો સામે આવી રહી છે. હુમલા બાદ વોટ્સએપ ગ્રુપ ડિલીટ કરી દેવાયું હતુ. પોલીસે ગ્રુપનો ડેટા લેવા FSlની મદદ લીધી હતી.

આપને જણાવી દઇએ કે, અમદાવાદનાં શાહઆલમ હિંસક વિરોધ મામલે 13 આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીની રિમાન્ડ મંજૂર કરાયા છે અને 26 મી ડિસેમ્બર સુધીની તમામ આરોપી પોલીસ રિમાન્ડમાં રહેશે. સાથે સાથે 1 આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે.  આરોપી મુફિસ એહમદ અનિસ અહેમદ અન્સારી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

આ તમામ આરોપીઓએ ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપી દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને બેઠકમાં સરકાર વિરુદ્ધ ઉશ્કેરીજનક પોસ્ટર બતાવ્યા હતા. આરોપીમાં કોર્પોરેટર શહેઝાદ ખાન, ઝહીર યાસીન સૈયદ, આરીફ અરબ, ફારૂક હુસેન શેખ, નેહાલુદિન શેખ, નવાબ શાહ રસુલ શાહ, અનવર બેગ મીરજા, મોહમંદ ઇરમાન મકરાણી, મોહમંદ રસીલ શેખ, સદામ હુસેન શેખ, જુબેર મેમણ, સરફરાઝ શેખ, નશૂર શેખના રિમાન્ડ  મંજૂર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.