Ahmedabad News/ “અમદાવાદમાં ચરસ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણની SOG દ્વારા ધરપકડ”

“અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચે 1.872 કિલો ચરસ (Charas) કેસમાં ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણની ધરપકડ કરી. મુઠીયા ગામમાંથી જથ્થો જપ્ત.”

Top Stories Ahmedabad Gujarat Breaking News
Charas

Ahmedabad News:અમદાવાદમાં વધુ  એક કોન્સ્ટેબલની ચરસ કેસમાં SOG પોલીસે શૈલેષ સિંહ ચૌહાણની ધરપકડ કરી છે.કોન્સ્ટેબલ શૈલેષ સિંહે ડ્રગ પેડલર અજયને ચરસ (Charas) સપ્લાય કર્યો હતો અને અજય પાસેથી 4.68 લાખ રૂપિયાની કિંમતનું ચરસ મળી આવ્યું હતું. મુઠીયા ગામમાંથી 1.8 કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું હતું અને બંને આરોપીઓ (Accused)ની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. આપને જણાવી દઈએ SOG ટીમે નરોડાના મુઠીયા ગામમાં દરોડો પાડ્યો હતો અને ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો.

Charas

SOG ક્રાઈમ બ્રાન્ચે ચરસ (Charas) કર્યું જપ્ત

અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં 1 કિલો 872 ગ્રામ ચરસ (Charas) સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. ચરસના જથ્થા અંગે પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે અમદાવાદ શહેરમાં ફરજ પરના એક પોલીસ કોન્સ્ટેબલે વેચાણ માટે 1.872 કિલો ચરસ સપ્લાય કર્યો હતો. આ ખુલાસા બાદ, SOGએ આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. સોમવારે, SOG ક્રાઈમ બ્રાન્ચે નરોડાના મુઠીયા ગામમાંથી અજય બઘેલ નામના 26 વર્ષીય વ્યક્તિની 4.68 લાખ રૂપિયાના ચરસ સાથે ધરપકડ કરી હતી.

આરોપીને રિમાન્ડ (Remand) પર લીધા બાદ, પોલીસે તેની પૂછપરછ કરી, જેમાં પોલીસની સંડોવણી બહાર આવી હતી. તપાસ દરમિયાન, આરોપીએ ખુલાસો કર્યો કે તેને પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણ પાસેથી આ જથ્થો ચરસ (Charas) મળ્યો હતો. આ કેસમાં ઇ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કાર્યરત શૈલેષ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. શૈલેષ ચૌહાણે હવે દાવો કર્યો છે કે આ ચરસનો જથ્થો તેને બિનવારસી મળી આવ્યો હતો. ધરપકડ કરાયેલ દિવ્યાંગ આરોપી અજય પહેલાથી જ શૈલેષ ચૌહાણના સંપર્કમાં હતો. શૈલેષ ચૌહાણ અગાઉ નરોડા પોલીસ સ્ટેશનમાં કામ કરતો હતો ત્યારથી તેઓ સંપર્કમાં હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં ગેરકાયદે ચરસનો ધંધો કરતા બે શખ્સો ઝડપાયા

આ પણ વાંચો:અમદાવાદની વટવા પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો

 આ પણ વાંચો:અમદાવાદ પોલીસે 1.5 લાખથી વધુની રકમનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, બે લોકોની ધરપકડ