Not Set/ અમદાવાદ/ સોમપુરા પરિવારે 30 વર્ષ પહેલા જ અયોધ્યાના રામમંદિરની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી હતી

અમદાવાદના સ્થાયી સોમપૂરા પરિવારના ચંદ્રકાંત સોમપૂરા અને તેમનાં પુત્ર નિખીલ સોમપૂરાએ અયોધ્યાનું રામમંદિર કેવું બનશે તે અંગેની બ્લુ પ્રિન્ટ 30 વર્ષ પહેલાં તૈયાર કરી છે. આ બ્લુ પ્રિન્ટની મદદથી સમજી શકાય છે કે રામમંદિર જ્યારે બનશે ત્યારે તે કેવું ભવ્યાતિભવ્ય હશે. ચંદ્રકાંત સોમપૂરાનું કહેવું છે કે ભારતવર્ષના તમામ મંદિરોમાંથી સૌથી અજોડ અને અકલ્પનીય રામમંદિર તૈયાર […]

Ahmedabad Gujarat
સોમપુરા અમદાવાદ/ સોમપુરા પરિવારે 30 વર્ષ પહેલા જ અયોધ્યાના રામમંદિરની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી હતી

અમદાવાદના સ્થાયી સોમપૂરા પરિવારના ચંદ્રકાંત સોમપૂરા અને તેમનાં પુત્ર નિખીલ સોમપૂરાએ અયોધ્યાનું રામમંદિર કેવું બનશે તે અંગેની બ્લુ પ્રિન્ટ 30 વર્ષ પહેલાં તૈયાર કરી છે. આ બ્લુ પ્રિન્ટની મદદથી સમજી શકાય છે કે રામમંદિર જ્યારે બનશે ત્યારે તે કેવું ભવ્યાતિભવ્ય હશે.

ચંદ્રકાંત સોમપૂરાનું કહેવું છે કે ભારતવર્ષના તમામ મંદિરોમાંથી સૌથી અજોડ અને અકલ્પનીય રામમંદિર તૈયાર થશે. બ્લૂ પ્રિન્ટ પ્રમાણે 69 એકરમાં અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે. બહારથી રામમંદિરમાં આવતાં જ ભક્તોનું ધ્યાન શિખર પર પડે તે પ્રકારનું અષ્ટકોણીય આકારનું શિખર તૈયાર કરવામાં આવશે. આ સાથે ગર્ભગૃહ પણ અષ્ટકોણીય રહેશે. જેની પ્રદક્ષિણા કરી શકાશે. મંદિરમાં ગૂઢ મંડળ અને નૃત્ય મંડપ પણ હશે.

આખા રામમંદિરના ક્ષેત્રફળની વાત કરીએ તો. તેની લંબાઇ 270 ફૂટ, પહોળાઇ 135 ફુટ, ઊંચાઇ 141 ફૂટ હશે. આ મંદિરનું સૌથી મોટું આકર્ષણ ઉત્તર ભારતની પ્રચલિત નાગરશૈલી હશે. જે મંદિરની બનાવટમાં જોવા મળશે.  રામમંદિર શંકુલમાં મુખ્ય મંદિર આસપાસ કુલ ચાર મંદિર બનાવાવમાં આવશે. જેમાં ભરત લક્ષ્મણ સીતા અને ગણપતિનું મંદિર હશે. જેના દર્શનનો લ્હાવો પણ ભક્તોને મળશે.રામમંદિર પરિસરમાં સુંદર 211 જેટલાં કોતરણીવાળા વિજય સ્તંભ પણ જોવા મળશે તે ભગવાન રામના વિજયનું પ્રતિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.