Ahmedabad/ કોરોનામાં અંતિમ સંસ્કાર નહીં કરવા દેવાના ભયે પરિવારે દીકરાના આપઘાતની જાણ ન કરતા થયું કંઇક આવું….

નાના ચિલોડામાં વિસ્તારથી સામે આવ્યો છે, જેનું રહસ્ય સામે આવ્યું છે. જ્યાં એક મહિલાએ તેના પતિના મૃત્યુના 70 દિવસ બાદ  સાસરિયાં વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad Gujarat
a 214 કોરોનામાં અંતિમ સંસ્કાર નહીં કરવા દેવાના ભયે પરિવારે દીકરાના આપઘાતની જાણ ન કરતા થયું કંઇક આવું....

ગુજરાતમાં કોરોનાને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે. લોકો કોરોનાના કારણે હોસ્પિટલમાં પણ નથી જઈ રહ્યા. એટલું જ આ મહામારીને લીધે એટલો ભય ફેલાયો છે કે, કોરોના મહામારી વિશે અને કાયદાની પ્રક્રિયાથી અજાણ લોકો એવી તે ગંભીર ભૂલો કરી બેસે છે. જેનું પરિણામ ગંભીર આવે છે. આવો જ એક કિસ્સો નાના ચિલોડામાં વિસ્તારથી સામે આવ્યો છે, જેનું રહસ્ય સામે આવ્યું છે. જ્યાં એક મહિલાએ તેના પતિના મૃત્યુના 70 દિવસ બાદ  સાસરિયાં વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિત અનુસાર, મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું કે, તેના પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પણ કોરોના મહામારીને કારણે પોલીસને જાણ કરીશું તો ડેડબોડી નહી મળે તેવા ડરથી બારોબાર પરિવારે મૃતકની અંતિમવિધી કરી નાંખી હતી.

નરોડાના નાના ચિલોડા ખાતે શક્તિનગરમાં રહેતી સીમા જયકુમાર શર્માએ સાસુ,સસરા, દિયર અને નણંદ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ નોંધાવી છે.

જે મુજબ 2014માં સીમાના લગ્ન જય સાથે થયા હતા. લગ્નના થોડા સમયમાં સાસુ, સસરા અને દિયર સીમાને ત્રાસ આપતા અને તકરાર કરતા હતા. નણંદ નિશા પણ ઘરે આવતી તો સીમાને કહેતી કે, તું દહેજમાં કઈ લાવી નથી. તેમ કહી બીજા લોકોને ચઢામણી કરતી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત તા.4-10-2020ના રોજ સીમાનો પતિ જય બપોરે ઘરે આવ્યો હતો. સાસુ જોડે બીજા ઘરની ચાવી માંગી હતી. જે સાસુએ ના આપતા તે ઉપરના રૂમમાં ગયો હતો. સીમા થોડીવાર પછી ઉપર રૂમમાં ગઈ અને જોયું તો પતિ જયે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી. કોરોના મહામારીમા લાશ મળશે નહીં તેવા ડરથી પરિવારે પોલીસને જાણ કરી ન હતી.

પતિના 13માની વિધિ પતાવી સીમા સાડી બદલવા પિયર ગઈ બાદ સાસરિયાં હેરાન કરશે તેમ વિચારી ત્યાં જ રોકાઈ હતી. પિયરમાં સીમાએ પતિના મૃત્યુના 21માં દિવસે બાળકીને જન્મ આપ્યો હતો. સાસરિયાં સીમા પાસે દહેજમાં પતિના વેપાર માટે રૂપિયાની માંગણી કરતા અને ત્રાસ આપતા હતા.

જોગડ ગામે બે અજગરના બચ્ચા જોવા મળ્યા ગ્રામજનોમાં ભયનો માહોલ

ગુજરાતના ગૃહમંત્રી પર ચપ્પલ ફેંકનાર ગોપાલ ઇટાલિયાની આપના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી

સટ્ટાની લત લગતા યુવકે કરી આત્મહત્યા, હોટલાના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…