અમદાવાદ/ એસ.વી.પી. હોસ્પિટલમાં હેલીપેડ છે આંટા મારવા માટે : એરએમ્બ્યુલન્સ સુવિધા મળશે ખરી?

સીવીલ કરતાં પણ એસ.વી.પી. હોસ્પિટલ ચડીયાતી હોવા છતા દૈનિક સરેરાશ ૨૦૦ ઇન્ડોર પેશન્ટ જ છે. જેને કારણે બાકીના બેડ ખાલી પડયાં રહે છે. સરેરાશ ૮૦ % બેડ ખાલી પડયાં રહે છે.

Top Stories Ahmedabad Gujarat
svp

મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ(મેટ)ની મીટીગ મળી હતી. આ મીટીંગમાં એએમસી વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા વિવિધ મુદ્દે આક્રમક રજુઆત કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુ.કોર્પોના મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ.વી.પી. હોસ્પિટલ સને ૨૦૧૯ માં ૮૭૩ જનરલ બેડસ અને ૪૨૭ આઇ.સી.યુ.બેડ મળી કુલ ૧૫૦૦ બેડની સુવિધા સાથે મલ્ટી સ્પેશીયાલીટી ફેકલ્ટી સાથે શરૂ કરવામાં આવી હતી. તેની પાછળ અંદાજે ૭૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વિપક્ષ નેતાએ કહ્યું હતું કે, આ હોસ્પિટલ દેશની સૌથી અત્યાધુનિક હોસ્પિટલનો દરજ્જો મળેલ હતો. હોસ્પિટલના ૧૮ માં માળે એર એમ્બ્યુલન્સ માટે હેલીપેડ બનાવવામાં આવ્યુ છે. પરંતુ  હજુ સુધી તે હોસ્પિટલ પાસે એર એમ્બ્યુલન્સની સુવિધા માટે હેલીકોપ્ટર જ નથી. કોરોનાના કટોકટીના સમયમાં પણ હેલીપેડનો ઉપયોગ થઇ શક્યો નહોતો. હેલીપેડ પાછળ કરેલ તમામ ખર્ચ વ્યર્થ ગયેલ છે. તે બાબતે જરૂરી વ્યવસ્થા કરવા ભાજપ સત્તાધીશો નિષ્ફળ ગયા છે. ૧૮ માળની હોસ્પિટલમાં ૮૭૩ જનરલ બેડસ અને ૪૨૭ આઇ.સી.યુ.બેડ મળી કુલ ૧પ૦૦ બેડની સુવિધા છે. મલ્ટી સ્પેશીયાલીટી ડોકટરો છે. મેડીકલ ટ્રીટમેન્ટ, અદ્યતન સાધનો તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર બાબતે સીવીલ કરતાં પણ એસ.વી.પી. હોસ્પિટલ ચડીયાતી હોવા છતા દૈનિક સરેરાશ ૨૦૦ ઇન્ડોર પેશન્ટ જ છે. જેને કારણે બાકીના બેડ ખાલી પડયાં રહે છે. સરેરાશ ૮૦ % બેડ ખાલી પડયાં રહે છે.

એસ.વી.પી.હોસ્પિટલમાં દરેક માળે બાઉન્સરો રાખવામાં આવ્યા છે. બાઉન્સરો દર્દીના સગાઓ સાથે અસભ્ય વર્તન કરે છે. આઇ.સી.યુ.માં કે વોર્ડમાં દર્દીના સગાને ડોકટરોને મળવા માટે જવા પણ દેતા નથી. એસ.વી.પી.હોસ્પિટલમાં બાઉન્સરોને દુર કરવાની કોંગ્રેસે માંગણી કરી છે.

આ પણ વાંચો : વરસાદ બાદ 88 રસ્તાઓ બંધ, યાત્રાળુઓ પરેશાન