Not Set/ અમદાવાદ/ વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ, શું આગામી 13 ફેબ્રુઆરીએ HC ચુકાદો આપશે..?

બન્ને મૃતકના વાલીઓમાંથી એક વાલી HCમાં ન રહ્યા હાજર વાલીઓ કોર્ટમાં રહી વળતર અંગે આપશે માહિતી HCએ અરજી પરત ખેંચવા અને સમાધાનની વાત સ્વીકારી સરકારે વિસ્મયને સજા કરવા હાઇકોર્ટમાં કરી હતી અરજી વિસ્મયએ સજા ઓછી આપવા કરેલી અરજી પર HCમાં આવશે ચુકાદો હાઇકોર્ટ 13 ફેબ્રુઆરી એ ચુકાદો આપશે વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં વિસ્મયએ […]

Ahmedabad Gujarat
vismay shah અમદાવાદ/ વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ, શું આગામી 13 ફેબ્રુઆરીએ HC ચુકાદો આપશે..?
  • બન્ને મૃતકના વાલીઓમાંથી એક વાલી HCમાં ન રહ્યા હાજર
  • વાલીઓ કોર્ટમાં રહી વળતર અંગે આપશે માહિતી
  • HCએ અરજી પરત ખેંચવા અને સમાધાનની વાત સ્વીકારી
  • સરકારે વિસ્મયને સજા કરવા હાઇકોર્ટમાં કરી હતી અરજી
  • વિસ્મયએ સજા ઓછી આપવા કરેલી અરજી પર HCમાં આવશે ચુકાદો
  • હાઇકોર્ટ 13 ફેબ્રુઆરી એ ચુકાદો આપશે

વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં વિસ્મયએ  સજા ઓછી કરવા મુદ્દે HC માં અરજી કરી છે.  જયારે હિટ એન્ડ રનમાં મૃત્યુ પામેલા બન્ને યુવકના પિતાએ હાઇકોર્ટમાં સમાધાન થયું હોવાની રજૂઆત કરી હતી. તે મામલે બુધવારે હાઇકોર્ટે મૃતક યુવાનોના પિતા તરફથી કેસ લડતા વકીલોને બોલાવ્યા હતા અને સમાધાન કેવી રીતે થયુ છે? અને કેટલી રકમ લીધી છે? તેની વિગતો જાહેર કરવા આદેશ કર્યો છે.

મૃતક યુવાનોના વકીલ તરફથી એવી દલીલ કરાઇ હતી કે, ગુરુવારે ચુકાદા સમયે બન્નેના પિતા હાજર રહેશે. ત્યારે  બન્ને મૃતકના વાલીઓમાંથી એક વાલી HCમાં હાજર રહ્યા નાં હતા.  હવે HC આગામી ૧૩ ફેબ્રુઆરીએ આ કેસમાં ચુકાદો આપશે.

ઉલ્લેખનીય છે કે, વિસ્મયે જજિસ બંગલો વિસ્તારમાં દારૂ ના નશામાં બેફામ કાર ડ્રાઈવ કરીને બે યુવકના મોત નિપજાવ્યા હતા. આ કેસમાં વિસ્મયને ટ્રાયલ કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. આ સજા ઓછી કરવા વિસ્મયે હાઇકોર્ટમાં અરજી કરી છે.

તો બીજી તરફ મૃતક યુવકના પિતા અને સરકારે સજા વધારવા અપીલ કરી છે. અરજીની સુનાવણી પૂર્ણ થયા બાદ મૃતક યુવકના પિતા તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઇ હતી કે, તેમને વિસ્મય સાથે સમાધાન થઇ ગયું છે તેથી ચુકાદા સમયે તે રજૂઆતને ધ્યાને લેવા વિનંતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.