Not Set/ અમદાવાદમાં શું છે હવા પ્રદૂષણની સ્થિતિ, જાણીને ચોંકી જશો

અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધ્યુ છે. દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ હવામાં પ્રદૂષણ વધ્ હોવાનુ સામે આવી રહ્યુ છે. અમદાવાદનો સરેરાંશ એક્યુઆઇ 191 પર પહોચ્યો છે. આવુ બનવા પાછળનું કારણ દેવ દિવાળીમાં ફોડવામાં આવેલા ફટાકડા હોવાનુ સામે આવી રહ્યુ છે. દિલ્હી બાદ હવે અમદાવાદ શહેર પણ પ્રદૂષણનાં ભરડામાં આવી ગયુ છે. મળી રહેલી માહિતી મુજબ દેવ […]

Ahmedabad Top Stories Gujarat
Ahmedabad Air Pollution Sandesh અમદાવાદમાં શું છે હવા પ્રદૂષણની સ્થિતિ, જાણીને ચોંકી જશો

અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધ્યુ છે. દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ હવામાં પ્રદૂષણ વધ્ હોવાનુ સામે આવી રહ્યુ છે. અમદાવાદનો સરેરાંશ એક્યુઆઇ 191 પર પહોચ્યો છે. આવુ બનવા પાછળનું કારણ દેવ દિવાળીમાં ફોડવામાં આવેલા ફટાકડા હોવાનુ સામે આવી રહ્યુ છે.

દિલ્હી બાદ હવે અમદાવાદ શહેર પણ પ્રદૂષણનાં ભરડામાં આવી ગયુ છે. મળી રહેલી માહિતી મુજબ દેવ દિવાળી બાદ આ હવા બગડી છે. સુત્રોનું કહેવુ છે કે, ગઇ કાલે રાત્રીનાં સમયે લોકો દ્વારા ખૂબ ફટાકડા ફોડવામા આવ્યા હતા જેને કારણે લોકોને આજે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. સૌથી વધુ અસર વૃદ્ધ અને નાના બાળકોને થઇ રહી છે.

દિલ્હીમાં જ્યા હવા પ્રદૂષણનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે તેમા એક નવુ નામ અમદાવાદનું જોડાવવા જઇ રહ્યુ છે. અહી ગઇ કાલે રાત્રીથી પ્રદૂષણનાં સ્તરમાં બદલાવ જોવા મળ્યો છે. શહેરનો સરેરાંશ એક્યુઆઇ 191 પર પહોચ્યો છે. જેના કારણે સવારે રોડ-રસ્તાઓ ધૂધળા દેખાઇ રહ્યા હતા. શહેરમાં એક તરફ રસ્તાઓની હાલ ખરાબ છે, કોઇ પણ જગ્યાએ ખાડા પડેલા તમે જોઇ શકો છો ત્યારે હવે એર પોલ્યુશનથી અમદાવાદી વધુ હેરાન થઇ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઇ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.