Not Set/ ચાર બંગડી વિવાદી ગીત મામલો,કાર્તિક પટેલના વકીલે સમયની માંગ કરી

અમદાવાદ, ચાર બંગડી સોંગ કિંજલ દવેને ભારે પડ્યું હતું. જેમાં ઑસ્ટ્રેલિયાના કાર્તિર પટેલ દ્વારા દાવો કરાયો હતો.જેમાં સુનવણી દરમિયાન કાર્તિક પટેલના વકીલેએ વધુ સમયની માંગ કરી છે અને તેમાં કોમર્શિયલ કોર્ટે 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચાર બંગડીવાળી ગીત કોપીરાઈટ વિવાદ મામલે કિંજલ દવેએ કોમર્શિયલ કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. કિંજલે […]

Ahmedabad Top Stories Gujarat Videos
mantavya 111 ચાર બંગડી વિવાદી ગીત મામલો,કાર્તિક પટેલના વકીલે સમયની માંગ કરી

અમદાવાદ,

ચાર બંગડી સોંગ કિંજલ દવેને ભારે પડ્યું હતું. જેમાં ઑસ્ટ્રેલિયાના કાર્તિર પટેલ દ્વારા દાવો કરાયો હતો.જેમાં સુનવણી દરમિયાન કાર્તિક પટેલના વકીલેએ વધુ સમયની માંગ કરી છે અને તેમાં કોમર્શિયલ કોર્ટે 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચાર બંગડીવાળી ગીત કોપીરાઈટ વિવાદ મામલે કિંજલ દવેએ કોમર્શિયલ કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. કિંજલે તમામ આક્ષેપને પાયા વિહોણાં ગણાવ્યા હતા. કાર્તિક પટેલે આ ગીત કમ્પોઝ હોવાનો દાવો કર્યુ છે.

ત્યારે કિંજલે જણાવ્યુ છે કે, કાર્તિક પટેલે કોઈ પુરાવા રજૂ કર્યા નથી. કિંજલ દ્વારા કાર્તિક પટેલ પર ગીત પાઇરસી કરવાનો આક્ષેપ કરાયો છે. ચાર બંગડીવાળી ગીતના મૂળ ગીતકાર મનુભાઈ રબારી છે. મનુભાઈએ આ ગીત પહેલાં કાર્તિક પાસે ગવડાવ્યું હતું. ચાર બંગડીવાળી ગાડી શબ્દ પર કોઈની મોનોપોલી નથી.

કાઠિયાવાડી કિંગના નામે ઓળખાતા કાર્તિક પટેલનો કોર્ટમાં દાવો

ઉલ્લેખનીય છે કે, કાઠિયાવાડી કિંગ નામે જાણીતા કાર્તિક પટેલે કોપી રાઈટ કેસ દાખલ કર્યો હતો. જેમાં અગાઉ કિંજલને કોર્ટે પ્રોગ્રામોમાં ચાર ચાર બંગડીવાળુ ગીત ન ગાવા  અને  ઈન્ટરનેટ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા જણાવ્યું હતું. ગીતને અન્ય કોઈને વેચવામાં ન આવે તેવો આદેશ પણ કરાયો હતો. તા.૫મી જાન્યુઆરીએ બપોરે તેનું યુટ્યુબ પરનું ગીત હટાવી લેવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગના નામે ઓળખાતા કાર્તિક પટેલે કોર્ટમાં દાવો કર્યો હતો કે, આ ગીત તેણે લખ્યું છે અને ગાયું છે. કિંજલે તેની નકલ કરી છે. તેની કંપનીએ કોપીરાઈટ એક્ટ અંતર્ગત કહ્યું હતું કે, તેણે ગીત બનાવી તેનો વીડિયો ૨૦૧૬માં યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી થોડા ફેરફાર કરીને કિંજલે ગીત ગાયું હતું અને ઓક્ટોબર-૨૦૧૬માં યુટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો હતો. નકલથી તેને ઘણાં લાભો થયા અને ચાહના મળી પરંતુ ગીત રચનારને જરાય ક્રેડિટ કે ચાહના મળી નથી.