Not Set/ અમદાવાદીઓ થઇ જજો સાવધાન, નાની બેદરકારી આપી શકે છે કોરોનાને આમંત્રણ

રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાસ કરીને મેટ્રો સિટી અમદાવાદને વધુ ખતરો છે. અહી લોકો હવે બેખૌફ દેખાઇ રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદીઓ ચેતી જજો
  • અમદાવાદીઓ થઇ જજો સાવધાન
  • નાની બેદરકારી કોરોનાને આમંત્રણ આપી શકે
  • અમદાવાદમાં કોરોના કેસની સ્થિતિ
  • 24 કલાકમાં કોરોનાનાં 13 નવા કેસ
  • 24 કલાકમાં 10 દર્દીઓ ડિસ્ચાર્જ
  • 24 કલાકમાં 13777 લોકોને અપાઇ રસી
  • સંક્રમણ અટકાવવા સ્થા.તંત્રનાં પ્રયાસ
  • ટેસ્ટિંગ-ટ્રેસિંગ ટેકનિક પર ફોકસ
  • કોવિડ ગાઇડલાઇનનું કડક પાલન જરૂરી

રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાસ કરીને મેટ્રો સિટી અમદાવાદને વધુ ખતરો છે. અહી લોકો હવે બેખૌફ દેખાઇ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદીઓએ સાવધાન રહેવાની જરૂર છે.

આ પણ વાંચો – પોલિસના દરોડા /  સુરેન્દ્રનગર રતનપર બાયપાસ પાસેના ગોડાઉનમાંથી બાયો ડીઝલનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો : રૂ. 8.49 લાખનો મુદામાલ ઝબ્બે

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં કોરોનાનાં નવા 13 કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે આ સમયગાળામાં 13,777 લોકોને રસી આપવામાં આવી છે. સંક્રમણ અટકાવવા આરોગ્ય તંત્ર પૂરો પ્રયત્ન કરી રહ્યુ હોવાનુ કહેવાઇ રહ્યુ છે. ખાસ કરીને ટેસ્ટિંગ અને ટ્રેસિંગ ટેકનિક પર ફોકસ રાખવામાં આવી રહ્યો છે. વધતા કેસોને રોકવા માટે અમદાવાદીઓ ખાસ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવુ જરૂરી છે. કોરોનાની બીજી લહેરમાં અમદાવાદમાં જે સ્થિતિ જોવા મળી હતી, તેનાથી કોઇ અજાણ નથી. તે સમયે શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં ડોમ બનાવવામાં આવ્યા હતા. તેવો જ નજારો હવે શહેરનાં ઘણા વિસ્તારોમાં ફરી એકવાર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો – સાવધાન! / ઓમિક્રોન વેરિઅન્ટ ઘટાડી શકે છે નેચનલ ઈમ્યુનિટી : WHO

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું સંક્રમણ વધવા લાગ્યુ છે. આ વેરિઅન્ટનાં ઝડપથી ફેલાવવાનું કારણ તેના અસામાન્ય રીતે મ્યુટેટ થવું છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી પણ આપી છે કે, તેના વધારે મ્યુટેશનનાં લીધે તે રી ઈન્ફેક્શન પણ કરી શકે છે. હવે આ વેરિઅન્ટને લઇને એક નવી વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોનાં અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, આ વેરિઅન્ટ હવે બે ભાગમાં વિભાજીત થઇ ગયો છે. જેનાથી તે વધારે સંક્રાત્મક બની શકે છે. ત્યારે ખાસ કરીને જનતાએ સતર્કતા દેખવાની જરૂર છે. સામાન્ય બેદરકારી એકવાર ફરી જનતાને જ ખરાબ સમય તરફ ધકેલી શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…