Covid-19/ છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાની ગાઇડલાઇનના ભંગ બદલ અમદાવાદીઓએ ચૂકવ્યો આટલા કરોડનો દંડ

છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાની ગાઇડલાઇનના ભંગ બદલ અમદાવાદીઓએ ચૂકવ્યો આટલા કરોડનો દંડ

Top Stories Ahmedabad Gujarat
KEVADIYA SAFARI પાર્ક 47 છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાની ગાઇડલાઇનના ભંગ બદલ અમદાવાદીઓએ ચૂકવ્યો આટલા કરોડનો દંડ

@ભાવેશ  રાજપૂત, અમદાવાદ 

કોરોનાં મહામારીમાં અમદાવાદમાં પોલીસે છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાની ગાઇડલાઇનના ભંગ બદલ કલમ 188 ના 47 કેસ, 50 આરોપીઓની ધરપકડ કરાઇ ઉપરાંત એપેડેમીક એકટ મુજબ 38 કેસ, 40 આરોપીઓની ધરપકડ, રાયોટિંગના ગુનામાં 19 આરોપીઓની ધરપકડ કરાઇ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ 2344 કેસ 2429 આરોપીઓ પકડ્યા હતા.

Ahmedabad / પોલીસ સ્ટેશનથી 500 મી.અંતરે ચાલતા વરલી-મટકાના સ્ટેન્ડ પર સ્ટ…

પોલીસે મોટર વિહીકલ એક્ટ મુજબનાં ગુનામાં 1047 જેટલા વાહનો ડિટેઇન, 1.10 કરોડથી વધુનો દંડ વસુલાયો છે. સીસીટીવી પરથી ટોળા ભેગા થયા હોય એવા 61 ગુના નોંધી 64 લોકોની ધરપકડ કરવામાં આવી. રાત્રી કરફ્યુનાં 1255 ગુના પોલીસે છેલ્લાં એક સપ્તાહમાં દાખલ કર્યા જેમાં 1218 લોકોની અટકાયત કરવામાં આવી.

સાવધાન / 31st  ડિસેમ્બરે પાર્ટી કરતા લોકો સાવધાન, અમદાવાદ પોલીસે કરી …

તેમજ માસ્કના 27,944 કેસોમાં 2.79 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો..ત્રી કરફ્યુમાં ફરતા 282 વાહનો પોલીસે ડિટેઇન કરીને 857 ગુનાઓ દાખલ કર્યા છે..તેમજ દુકાનો, મોલ- રેસ્ટોરેન્ટ, ધાર્મીંક સ્થળો, જીમ સહિતની જગ્યાઓએ કોવિડની ગાઇડલાઇન ભંગનાં કેસ કરીને અનેક લોકોની અટકાયત કરી છે..શહેરીજનો કોવિડની ગાઇડલાઇનનો ભંગ ન કરે અને પોલીસને સહયોગ આપે તેવી અપીલ પણ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કરી હતી.

Covid-19 / રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર, નોધાયાં 958 નવા કેસ……

Covid-19 / અમદાવાદ સિવિલ હોસ્પીટલનો સ્ટાફ કોરોના સાથે અન્ય વિવિધ મોરચે …

Statue Of Unity / સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેવાશે ખાસ સંભાળ, 201 અધિકારીઓની ફોજ કર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…