કોંગ્રેસના/ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ મંથનમાં કહ્યું ‘ ચૂંટણી મેનેજમેન્ટ કરવાની જરૂર છે’

રાજ્યના કોંગ્રેસના નેતાઓ પાર્ટીમાં જે ખામીઓ છે તે અંગે બેફિકરાઇથી નિવેદન આપી રહ્યા છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ નિવેદન આપ્યું છે. 

Top Stories Gujarat
4 30 ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ મંથનમાં કહ્યું ' ચૂંટણી મેનેજમેન્ટ કરવાની જરૂર છે'

દેશમાં કોંગ્રેસની હાલત ખુબ દયનીય છે એક સાંધે અને તેર તૂટે તેવી તેમની દશા છે, જેના લીધે તાબડતોડ રાજસ્થાનમાં ચિંતન બેઠક કરી હતી અને નવી રણનીતિ અપનાવવામાં આવી છે તે છંતા પણ કોઇ ફરક પાર્ટીમાં પડ્યો નથી તે સ્પષ્ટ જોવાઇ રહ્યું છે, તે બાદ ગુજરાતમાં હાર્દિક પટેલે રાજીનામું આપી દેતાં કોંગ્રેસને આંચકો લાગ્યો છે, ત્યારે રાજ્યના કોંગ્રેસના નેતાઓ પાર્ટીમાં જે ખામીઓ છે તે અંગે બેફિકરાઇથી નિવેદન આપી રહ્યા છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ નિવેદન આપ્યું છે.

મહેસાણામાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના મંથનમાં ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ પક્ષ પર જ આકરા પ્રહારો કર્યા. ગ્યાસુદ્દીન શેખે પ્રહાર કર્યા કે, EVMના કારણે નહીં પરંતુ ચૂંટણી મેનેજમેન્ટના અભાવથી કોંગ્રેસ ચૂંટણી હારે છે. તેમણે આરોપ લગાવ્યો કે, ચૂંટણીના છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના કાર્યકરો કામ જ નથી કરતા. સભા, રેલી, મિટિંગ કરવાના બદલે પહેલાં કોંગ્રેસે ચૂંટણી મેનેજમેન્ટ કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ વાવ ખાતે કોંગ્રેસ દ્વારા જન વેદના સભા યોજાઇ હતી. જે દરમિયાન પણ દિયોદર બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય શિવા ભુરિયાએ પણ પક્ષ સામે પ્રહારો કર્યા હતા. સભા સંબોધન વખતે તેણે કહ્યુ હતું કે, ચૂંટણી આવે એટલે બેઠકોનો સિલસિલો શરૂ થઇ જાય છે પરંતુ મતદાન વેળાએ ભાજપનો સિક્કો દબાવતા હોવાથી સરકાર ભાજપની આવે છે. વધુમાં તેણે જણાવ્યુ હતું કે, હારનું ઠીકરું મશીન પર ફોડતા હોઈએ છીએ પણ ચુંટણીમાં ઇવીએમ મશીન ખોટા નથી હોતા કમળનો સિક્કો દબાવતા હોવાથી સરકાર ભાજપની આવી રહી છે