Election/ અમદાવાદીઓ મતદાન કરવામાં નિરસ, રવિવાર છતાં શહેરીજનો મતદાન કરવા ન નીકળ્યા

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ગયુ છે.

Ahmedabad Gujarat
અલ્પેશ 12 અમદાવાદીઓ મતદાન કરવામાં નિરસ, રવિવાર છતાં શહેરીજનો મતદાન કરવા ન નીકળ્યા
  • અમદાવાદીઓ મતદાન કરવામાં નિરસ
  • છ કોર્પોરેશનમાં સૌથી ઓછું મતદાન અમદાવાદમાં
  • બપોરે 2 સુધી અમદાવાદમાં માત્ર 17 ટકા મતદાન
  • રવિવાર છતાં અમદાવાદીઓ મતદાન કરવા ન નીકળ્યા
  • ઓછું મતદાનથી રાજકીય પક્ષોને ચિંતા

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ગયુ છે. 576 બેઠકોનાં 2,276 ઉમેદવારોનું ભાવિ હવે EVM માં સીલ થઇ ચુક્યું છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં જનતાએ મતદાન કરવામાં ખૂબ આળસ બતાવી હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. તેમા પણ ખાસ કરીને અમદાવાદીઓ મતદાન કરવામાં નિરસ દેખાયા હતા.

Election / છ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન પૂર્ણ, સરેરાશ 40 થી 42 ટકા મતદાનની શક્યતા

આપને જણાવી દઇએ કે, છ કોર્પોરેશનમાં સૌથી ઓછું મતદાન અમદાવાદમાં નોંધાયુ છે. બપોરે 2 વાગ્યા સુધી અમદાવાદમાં માત્ર 17 ટકા મતદાન થયુ હતુ. આજે રવિવારનો દિવસ કે જ્યારે લગભગ લોકોને રજા હોય છે ત્યારે આ રજાનાં દિવસે પણ મતદારોની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી હતી. સવારથી જ મતદાનની ટકાવારી ધીમી હતી. જો કે બપોર બાદ અચાનક ઉછાળો આવ્યો હતો. શહેરી વિસ્તારમાં લોકો બહાર ન નિકળ્યા. તમામ જગ્યાએ એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું. ગત ચૂંટણીઓની સરખામણીએ આજે ઘણું ઓછું મતદાન થયું હતુ. આ ઓછું મતદાન જોઇ રાજકીય પક્ષો પણ હવે ચિંતામાં મુકાઇ ગયા છે. જણાવી દઇએ કે, 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે.

Election: અલ્પેશ ઠાકોરે કર્યો મતાધિકારનો ઉપયોગ, કહ્યુ-તમામ મનપામાં થશે ભાજપનો કબ્જો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7 ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ છે. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયુ હતુ. 23 તારીખે મતગણતરી યોજાશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ