Election/ છ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન પૂર્ણ, સરેરાશ 40 થી 42 ટકા મતદાનની શક્યતા

ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં આજે મતદાન થઈ હતુ. ત્યારે મહામારીને જોતાં ખાસ આયોજન કરવામાં આવ્યા હતુ.

Gujarat Others
  • છ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન પૂર્ણ
  • 576 બેઠકના 2276 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ
  • સરેરાશ 40થી 42 ટકા મતદાનની શક્યતા
  • મતદાનનો સત્તાવાર આંકડા આવવાનો બાકી
  • મંગળવારે સવારે 9 કલાકથી શરૂ થશે મતગણતરી

ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં આજે મતદાન થઈ હતુ. ત્યારે મહામારીને જોતાં ખાસ આયોજન કરવામાં આવ્યા હતુ. ત્યારે ગુજરાતની 6 મહાનગરપાલિકાઓનું મતદાન હવે પૂર્ણ થઇ ગયુ છે.

Election: અલ્પેશ ઠાકોરે કર્યો મતાધિકારનો ઉપયોગ, કહ્યુ-તમામ મનપામાં થશે ભાજપનો કબ્જો

આપને જણાવી દઇએ કે, હવે 576 બેઠકનાં 2276 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થઇ ગયુ છે. સરેરાશ 40 થી 42 ટકા મતદાનની શક્યતા છે. જો કે હજુ મતદાનનો સત્તાવાર આંકડો આવવાનો બાકી છે. આપને જણાવી દઇએ કે, મંગળવારે સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની એક બેઠક બિનહરીફ થતાં 6 મહાનગરોની કુલ 575 બેઠકો પર મતદાન થશે. આ માટે કુલ 2 હજાર, 276 ઉમેદવારો મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના નારણપુરાની એક બેઠક ભાજપના ફાળે ગઈ છે, જેમાં ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ ચૂંટાયા છે.

Election: અમદાવાદનાં વસ્ત્રાલ અને ચાંદખેડામાં ભારે હોબાળો, ક્યાંક નામ ગાયબ તો ક્યાંક EVM માં ગડબડી

જામનગરમાં સરેરાશ 49.64 ટકા મતદાન

ભાવનગરમાં સરેરાશ 43.66 ટકા મતદાન

રાજકોટમાં સરેરાશ 45.74 ટકા મતદાન

વડોદરામાં સરેરાશ 42.82 ટકા મતદાન

સુરતમાં સરેરાશ 42.11 ટકા મતદાન

અમદાવાદમાં સરેરાશ 37.81 ટકા મતદાન

Election: રાજકોટમાં વોર્ડ નંબર 2 ખાતે EVM મશીન ખોટકાયું, મતદારોમાં ભારે રોષ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ