ગુજરાત/ અમદાવાદના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને મળ્યો ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડીયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ છે પરંતુ તેમાં ખાસ કરીને પર્યાવરણનું પણ વિશેષ ધ્યાન રખાયું છે.

Top Stories Gujarat
Untitled 26 2 અમદાવાદના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને મળ્યો ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડીયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ છે પરંતુ તેમાં ખાસ કરીને પર્યાવરણનું પણ વિશેષ ધ્યાન રખાયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમને ગ્રીન બિલ્ડીંગનો ફરી એકવાર અવોર્ડ મળ્યો છે. બીજી વન-ડે દરમિયાન ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગના પ્રેસિડેન્ટ સમીર સિન્હાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તથા બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ તથા જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીને એવોર્ડ એનાયત કર્યો હતો.

આ પણ  વાંચો:રાજકોટ / ર્માં ખોડીયારના પ્રાગટય દિને 9 કિલો ડ્રાયફુટના હાર સાથેનો અલૌકિક શણગાર કરાયો

શું છે સ્ટેડિયમની વિશેષતા ?
– હરિયાળી વધારવા માટે 11 એકર જમીનમાં વનસ્પતિની વ્યવસ્થા
– 1 MLD કેપેસીટીની સીવેજ ટ્રીટમેન્ટ સુવિધા
-100 ટકા LEDની વ્યવસ્થા
– દરવર્ષે 1.2 મીલીયન લીટર પાણી બચાવી શકે તેવી સુવિધા
– દરરોજ ૩૨ લાખ લીટર પાણી રેન હાર્વેસ્ટિંગ મારફતે સંગ્રહી શકાય તેવી સુવિધા

આ પણ વાંચો:ગુજરાત /  કોરોના વેકિસનના 10 કરોડ ડોઝનો લક્ષ્યાંક પાર કરનાર ગુજરાત રાજ્યની અનોખી સિદ્ધિ