Not Set/ દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટનની હાલત નાજુક, એરફોર્સે આપી માહિતી

એરફોર્સે જણાવ્યું હતું કે સિંહની હાલત ગંભીર પરંતુ સ્થિર છે. વરુણ સિંહને બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

Top Stories India
સરપંચ 1 દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટનની હાલત નાજુક, એરફોર્સે આપી માહિતી

ભારતીય વાયુસેનાએ મંગળવારે તામિલનાડુમાં 8 ડિસેમ્બરના રોજ થયેલા ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ માહિતી શેર કરી હતી. એરફોર્સે જણાવ્યું હતું કે સિંહની હાલત ગંભીર પરંતુ સ્થિર છે. વરુણ સિંહને બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યાં તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 સૈન્ય અધિકારીઓ દેશના ઈતિહાસના સૌથી ભયંકર અકસ્માતોમાંના એકમાં માર્યા ગયા હતા. માત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બચી ગયા હતા. પરંતુ ગંભીર રીતે ઘાયલ થાયા હતા. સમગ્ર દેશમાં તેમના જીવન માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે, તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો છે
આ પહેલા શનિવારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે વરુણ સિંહના પિતા કર્નલ (નિવૃત્ત) કેપી સિંહ સાથે વાત કરી હતી. તેને ગુરુવારે વેલિંગ્ટનની આર્મી હોસ્પિટલમાંથી બેંગલુરુની એરફોર્સ કમાન્ડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને તાજેતરમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા અસાધારણ હિંમતના પ્રદર્શન માટે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

ઓમિક્રોન / મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 8 નવા ઓમિક્રોન દર્દીઓ આવ્યા સામે

બેદરકારી પડશે ભારી / વડીલોની બેદરકારીના કારણે 2 વર્ષની બાળકી ગળી ગઈ LED બલ્બ