Not Set/ દિલ્હી એરપોર્ટમાં એર ઇંન્ડિયાનાં વિમાનમાં લાગી આગ, યાત્રીઓમાં દેખાયો ભય

નવી દિલ્હી, દિલ્હીનાં ઇંન્દિરા ગાંધી એરપોર્ટ પર બુધવારે રાત્રી દરમિયાન એર ઇંન્ડિયાનાં બોઇંગ વિમાનમાં અચાનક આગ લાગી હતી. આ આગ તે સમયે લાગી જે સમયે વિમાનની મરમ્મતનું કામ ચાલી રહ્યુ હતુ. આગ લાગી તે દરમિયાન વિમાનમાં કોઇ યાત્રી ન હોવાનાં કારણે એક મોટી આફત ટળી ગઇ હતી. જો કે વિમાનમાં આગ લાગવાનાં સમાચાર જાણ્યા બાદ […]

Top Stories India
Airindia fire દિલ્હી એરપોર્ટમાં એર ઇંન્ડિયાનાં વિમાનમાં લાગી આગ, યાત્રીઓમાં દેખાયો ભય

નવી દિલ્હી,

દિલ્હીનાં ઇંન્દિરા ગાંધી એરપોર્ટ પર બુધવારે રાત્રી દરમિયાન એર ઇંન્ડિયાનાં બોઇંગ વિમાનમાં અચાનક આગ લાગી હતી. આ આગ તે સમયે લાગી જે સમયે વિમાનની મરમ્મતનું કામ ચાલી રહ્યુ હતુ. આગ લાગી તે દરમિયાન વિમાનમાં કોઇ યાત્રી ન હોવાનાં કારણે એક મોટી આફત ટળી ગઇ હતી. જો કે વિમાનમાં આગ લાગવાનાં સમાચાર જાણ્યા બાદ યાત્રીઓ ડરી ગયા હતા.

દેશની રાજધાની દિલ્હીમાં એર ઇંન્ડિયાનાં વિમાન B777-200 LR માં મરમ્ત દરમિયાન આગ લાગી ગઇ હતી. આ વિમાન દિલ્હીથી અમેરિકા સેન ફ્રાંસિસ્કો જઇ રહ્યુ હતુ. તમને જણાવી દઇએ કે, વિમાનને ઉડાન પહેલા રુટીંગ ચેકીંગ કરવામાં આવે છે, જો કોઇ ખામી દેખાય તો તેને ઠીક કરવામાં આવે છે. આ વિમાનમાં જે સમયે મરમ્મતનું કામ ચાલી રહ્યુ હતુ તે દરમિયાન વિમાનનાં પાછળનાં ભાગમાં આગ લાગી ગઇ હતી. જે કારણે વિમાનને રદ્દ કરવામાં આવ્યુ હતુ.

કંપનીનું કહેવુ છે કે, બુધવારે વિમાનની ઉડાન પહેલા તેનુ રુટીંગ ચેકીંગ કરવામાં આવી રહ્યુ હતુ, જે સમયે વિમાનનાં પાછળનાં ભાગમાં આગ લાગી ગઇ હતી. જો કે રાહતની વાત એ છે કે આ આગને તુરંત જ કાબુમાં લેવામાં આવી હતી.