Technology/ Airtel એ યુઝર્સને આપ્યો મોટો ઝટકો, પ્રીપેઇડ પ્લાન્સને લઇને કરી આ જાહેરાત

જો તમે Airtle યુઝર્સ છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. જણાવી દઇએ કે, ટેલિકોમ કંપની ભારતી એરટેલે તેના પ્રીપેડ પ્લાનને લઈને મોટી જાહેરાત કરી છે. એરટેલે તેના પ્રીપેડ પ્લાનમાં ટેરિફ રેટમાં લગભગ 25 ટકાનો વધારો કર્યો છે. 

Tech & Auto
યુઝર્સને Airtel એ આપ્યો ઝટકો

જો તમે Airtle યુઝર્સ છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. જણાવી દઇએ કે, ટેલિકોમ કંપની ભારતી એરટેલે તેના પ્રીપેડ પ્લાનને લઈને મોટી જાહેરાત કરી છે. એરટેલે તેના પ્રીપેડ પ્લાનમાં ટેરિફ રેટમાં લગભગ 25 ટકાનો વધારો કર્યો છે.

આ પણ વાંચો – chnology / ભારતમાં કયો પાસવર્ડ સૌથી વધુ લોકપ્રિય છે? 12345 પાસવર્ડ ભારતમાં ટોચ પર નથી

આપને જણાવી દઇએ કે, ટેલિકોમ કંપની ભારતી એરટેલે તેના યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. તેણે પ્રીપેડ પ્લાનમાં 20 થી 25 ટકાનો વધારો કર્યો છે. એરટેલે આજે એટલેક સોમવારે જણાવ્યું હતું કે, તેણે 26 નવેમ્બર, 2021થી તેના પ્રીપેડ ટેરિફમાં 20-25 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે 28 દિવસની વેલિડિટી સાથે 75 રૂપિયાનો હાલનો ટેરિફ વધીને 99 રૂપિયા થઈ જશે. જ્યારે હાલનો 149 રૂપિયાનો ટેરિફ 28 દિવસની વેલિડિટી સાથે વધારીને 179 રૂપિયા કરવામાં આવશે. અન્ય જે પ્લાનમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં 28 દિવસની વેલિડિટી સાથે રૂ. 219નો વર્તમાન ટેરિફ પ્લાન સામેલ છે, જે વધારીને રૂ. 265 કરવામાં આવ્યો છે, રૂ. 249નો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે વધારીને રૂ. 299 કરવામાં આવ્યો છે. 28 દિવસ માટે 298 રૂપિયાનો હાલનો ટેરિફ વધારીને 359 રૂપિયા કરવામાં આવ્યો છે. 365 દિવસની વેલિડિટી સાથે રૂ. 2,498નો હાલનો ટેરિફ વધારીને રૂ. 2,999 કરવામાં આવ્યો છે.

https://twitter.com/NotThatElliot/status/1462646128617287680?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1462646128617287680%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fnewstrack.com%2Ftechnology%2Fairtel-prepaid-tariff-rates-price-increase-25-percent-new-prepaid-plans-data-plan-2021-bharti-airtel-share-26-november-2021-296172

આ પણ વાંચો – NEW FEATURE / ઈન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવવા માટે હવે તમારે સેલ્ફી વીડિયોથી કરવું પડશે વેરિફિકેશન!

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતી એરટેલે હંમેશા એ સુનિશ્ચિત કર્યું છે કે યુઝર દીઠ સરેરાશ મોબાઈલ રેવન્યુ (ARPU) રૂ. 200 અને અંતે રૂ. 300 હોવી જોઈએ, જેથી મૂડી પર વ્યાજબી વળતર મળે જે નાણાકીય રીતે મજબૂત બિઝનેસ મોડલની ચાવી છે. કંપનીએ જણાવ્યું હતું કે, અમે એમ પણ માનીએ છીએ કે ARPUનું આ સ્તર નેટવર્ક અને સ્પેક્ટ્રમમાં જરૂરી નોંધપાત્ર રોકાણને સક્ષમ કરશે. વધુ મહત્ત્વની વાત એ છે કે તે એરટેલને ભારતમાં 5G લાગુ કરવામાં મદદ કરશે. તેથી, પ્રથમ પગલા તરીકે, અમે નવેમ્બર મહિના દરમિયાન અમારા ટેરિફને પુનઃસંતુલિત કરવા માટે હાથ ધરી રહ્યા છીએ, એમ કંપનીએ જણાવ્યું હતું. તદનુસાર, જણાવ્યા મુજબ અમારા નવા ટેરિફ નવેમ્બર 26, 2021 થી લાગુ થશે. ભારતી એરટેલનાં CEO ગોપાલ વિટ્ટલે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે કંપનીએ નજીકનાં ગાળામાં તેની યુઝર્સ દીઠ સરેરાશ આવક (ARPU)માં રૂ. 200 અને લાંબા ગાળે રૂ. 300 વધારવાની જરૂર છે.