Movie Tv/ મણિરત્નમની ફિલ્મમાં ફરી ચમકી ઐશ્વર્યા રાય બચ્ચન, આ તારીખે રિલીઝ થશે મેગા બજેટ ફિલ્મ

દિગ્દર્શક મણિરત્નમની બહુપ્રતિક્ષિત ફિલ્મ PS-1 ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે, આ ફિલ્મમાં બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પણ જોવા મળશે. આ મેગા બજેટ ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે,

Trending Entertainment
12 2 મણિરત્નમની ફિલ્મમાં ફરી ચમકી ઐશ્વર્યા રાય બચ્ચન, આ તારીખે રિલીઝ થશે મેગા બજેટ ફિલ્મ

દિગ્દર્શક મણિરત્નમની બહુપ્રતિક્ષિત ફિલ્મ PS-1 ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પણ જોવા મળશે. લાઇકા પ્રોડક્શન્સ અને મદ્રાસ ટોકીઝ દ્વારા નિર્મિત, આ મેગા-બજેટ ફિલ્મ બે ભાગની ફિલ્મ છે જેનો પહેલો ભાગ PS-1 ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ અનેક ભાષાઓમાં રિલીઝ થશે. મેકર્સે કલ્કીની ક્લાસિક તમિલ નવલકથા “પોનીયિન સેલવાન” પર આધારિત આ મેગા-બજેટ ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કર્યો છે. જેમાં ઐશ્વર્યા રાય જાજરમાન લુકમાં જોવા મળી રહી છે.

ફિલ્મ પોનીયિન સેલવાનની નવલકથા પર આધારિત

PS-1 ફિલ્મની સ્ટોરી વીશે વાત કરીએ તો તે 10મી સદીમાં ચોલા સામ્રાજ્યમાં એક તોફાની સમય દરમિયાન સેટ કરવામાં આવી છે, જ્યારે શાસક પરિવારની વિવિધ શાખાઓ વચ્ચે સત્તા સંઘર્ષને કારણે શાસક સમ્રાટો વચ્ચે સંભવિત ઉત્તરાધિકારીઓને લઈને હિંસક તકરાર થઈ હતી. પોનીયિન સેલ્વનનું પુસ્તક પાંચ ભાગમાં છે જેને 1955માં બહાર પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોનીયિન સેલવાનને તમિલ ભાષાની મહાન નવલકથાઓમાંની એક માનવામાં આવે છે.

આ દિવસે ફિલ્મ થશે રિલીઝ 

નિર્માતાઓએ તેના ફર્સ્ટ લુકની સાથે PS-1 ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ મેગા બજેટ મૂવી ફિલ્મ 30મી સપ્ટેમ્બર, 2022ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. ફિલ્મ તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. જેમાં વિક્રમ, જયમ રવિ, કાર્તિ, ઐશ્વર્યા રાય બચ્ચન અને શોભિતા ધુલીપાલા મુખ્ય ભૂમિકામાં છે.