રાજકીય/ અજય માકન રાજસ્થાનના ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરશે,સોનિયા ગાંધીએ આપ્યા નિર્દેશ

રાજસ્થાનમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતની ચૂંટણી લડવાની જાહેરાત સાથે જ રાજ્યમાં નવા મુખ્યમંત્રીની શોધને લઈને પાર્ટીમાં સચિન પાયલોટને લઇને ભારે નારાજગી જોવા મળી રહી છે

Top Stories India
5 45 અજય માકન રાજસ્થાનના ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરશે,સોનિયા ગાંધીએ આપ્યા નિર્દેશ

રાજસ્થાનમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતની ચૂંટણી લડવાની જાહેરાત સાથે જ રાજ્યમાં નવા મુખ્યમંત્રીની શોધને લઈને પાર્ટીમાં સચિન પાયલોટને લઇને ભારે નારાજગી જોવા મળી રહી છે. ગેહલોત કેમ્પના આ ધારાસભ્યો સચિન પાયલટને સીએમ બનાવવા  તૈયાર નથી. આ રીતે તેઓ સ્પીકર સીપી જોશીના ઘરે પહોંચ્યા અને સામૂહિક રીતે પોતાનું રાજીનામું સુપરત કર્યું. ધારાસભ્યોના આ સ્ટેન્ડને જોઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, કોંગ્રેસના પ્રભારી અજય માકન અને મલિકાર્જુન ખડગેને દિલ્હી બોલાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે   કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ધારાસભ્યોએ હાજરી આપી ન હતી. મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન આ બેઠક માટે નિરીક્ષક તરીકે જયપુર પહોંચ્યા હતા. ધારાસભ્ય દળની આ બેઠક સાંજે સાત વાગ્યે મળવાની હતી, પરંતુ તે હજુ સુધી શરૂ થઈ શકી નથી.