IND vs AUS 1st Test/ કે.એલ.રાહુલને લઇને આકાશ ચોપરાનું મોટુ નિવેદન, તે નહી રમી શકે પ્રથમ ટેસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં 17 ડિસેમ્બરે પિંક બોલ ટેસ્ટ મેચ રમાશે. બહુ રાહ જોવાતી આ ટેસ્ટ મેચ પહેલા બંને દેશોએ બે વોર્મ-અપ મેચ રમી છે. બીજી વોર્મ-અપ ગેમમાં, કેએલ રાહુલ બેટિંગ કરવા આવ્યો ન હતો….

Sports
corona 270 કે.એલ.રાહુલને લઇને આકાશ ચોપરાનું મોટુ નિવેદન, તે નહી રમી શકે પ્રથમ ટેસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં 17 ડિસેમ્બરે પિંક બોલ ટેસ્ટ મેચ રમાશે. બહુ રાહ જોવાતી આ ટેસ્ટ મેચ પહેલા બંને દેશોએ બે વોર્મ-અપ મેચ રમી છે. બીજી વોર્મ-અપ ગેમમાં, કેએલ રાહુલ બેટિંગ કરવા આવ્યો ન હતો, જેનમે લઇને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર આકાશ ચોપરાનું માનવું છે કે, કે.એલ.રાહુલ પ્રારંભિક ટેસ્ટ મેચોમાં ભારતની પ્લેઇગ ઇલેવનનો ભાગ નહીં હોય.

KL Rahul: Waiting to begin again - cricket - Hindustan Times

પ્રથમ ટેસ્ટ મેચ વિશે તેની યુ ટ્યુબ ચેનલ પર બોલતા આકાશ ચોપરાએ કહ્યું કે, ‘કે.એલ.રાહુલની પાસે પહેલા ટેસ્ટ માટે ભારતનાં ઓપનર બેટ્સમેન બનવાનો કેસ બને છે. હવે તમે પૂછી શકો કે હું તેમનો કેસ કેમ બનાવી રહ્યો છું. તેનું કારણ એ છે કે તેના આંકડા તેમના વિશે કહે છે, તેણે ટેસ્ટ મેચોમાં 36 ની સરેરાશથી રન બનાવ્યા છે અને તેની કારકિર્દીમાં 5 સદીમાંથી 3 વિદેશમાં ફટકારી છે. આકાશ ચોપડાએ વધુમાં કહ્યું કે, ‘રાહુલે સર્વત્ર રન બનાવ્યા છે, પરંતુ જો તે તેની છેલ્લી 10 ઇનિંગ્સ જોશે તો તે સમજશે કે તેણે વધારે રન બનાવ્યા નથી. આ વાત તેમની વિરુદ્ધ જાય છે. જો તે 10 ઇનિંગ્સ જુએ છે, તો તેમા તેનુ પ્રદર્શન કેવુ રહ્યુ તેનો ખ્યાલ આવી જાય છે. આ જ કારણે તે ટીમમાંથી ડ્રોપ પણ થયો છે. જો કે આ પછી, તેણે લિમિટેડ ઓવર ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે.

आकाश चोपड़ा का बड़ा बयान, कहा- 'केएल राहुल नहीं खेलेंगे पहला टेस्ट मैच, इन  दो खिलाड़ियों के बीच है रेस' - India vs australia tests aakash chopra says kl  rahul might not

ચોપરાએ કહ્યું કે, ‘રાહુલનાં વિરોધમાં રહેલી વાત એ છે કે તેણે વોર્મ-અપ ગેમ રમી નથી. આ સ્પષ્ટપણે બતાવે છે કે જો તેને રમાડવામાં આવ્યો નથી, તો પછી ઓપનિંગમાં તેમની પસંદગી પર કોઈ ચર્ચા થશે નહીં. મને લાગે છે કે, તેને સંપૂર્ણ રીતે છોડી દેવામાં આવ્યા છે, મને લાગે છે કે તેઓનું નામ પ્રથમ 11 માં આવશે નહીં. શરૂઆતની રેસ પૃથ્વી શો અને શુભમન ગિલ વચ્ચે છે.

ન્યૂઝીલેન્ડે વિન્ડીઝને હરાવી ટેસ્ટ સીરીઝ કરી પોતાના નામે, ટેસ્ટ રેકિંગમાં મેળવ્યો પ્રથમ ક્રમાંંક

ભારતીય ક્રિકેેટ ટીમનાં આ સ્ટાર ખેલાડીએ કર્યા લગ્ન, સ્ટેજ પર જ શરૂ કરી ક્રિકેટ

BCCI નું મોટુ એલાન, જાન્યુઆરીની આ તારીખથી શરૂ થવા જઇ રહી છે T-20 ટૂર્નામેન્ટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…